એટલેટીક્સ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ભાગ લઈ શ્રી રામપરા પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યુ.

 

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ છ ના વિદ્યાર્થી શીશા તુષાર દિનેશભાઈએ અંડર-૧૧માં ખેલ મહાકુંભની દોડ અને લાંબી કુદ સ્પર્ધામાં તાલુકા અને જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા બની નડિયાદ મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની એટલેટીક્સ સ્પર્ધામાં ભાગ લઈ બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું હતું.

આ અનેરી સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…