Search
Close this search box.

Follow Us

સાવરકુંડલામાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પોતાના જન્મ દિવસની ઉજવણી “અતિ ગરીબ પરિવાર”ના બાળકો સાથે કરી

 

 

 

*

 

*શ્રી મહેશભાઈ કસવાલા જરૂરિયાત મંદ બાળકો સાથે જન્મદિવસ ની ઉજવણી કરી*

 

*પુરાવા ના અભાવે શાળા માં નામાંકન ન થતુ હોવાના કિસ્સા માં તાત્કાલિક જરૂરી મદદ કરવા નો નિર્ધાર.*

 

 

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય યુવાનોના આદર્શ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ પોતા ના 52 વર્ષ પૂર્ણ કરી 53 મા વર્ષમા પ્રવેશ કરી રહા હોય ત્યારે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પોતાના જન્મ દિવસની સાવરકુંડલા શહેરમા ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ જેમા શિક્ષણથી વંચિત એવા બાળકો સાથે તેમને અભ્પાસ મા ઉપયોગી કીટ તેમજ મીઠાઈ અને નાસ્તો કરાવી સાથે સાથે વૃક્ષારોપણ કરીને અનોખી રીતે ઉજવણી કરી આ બાળકો માટે શિક્ષણ આપતી શિક્ષકટીમને ધારાસભ્યશ્રી એ અભીનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બાળકો અને વાલીઓ સાથે વાત કરતા કેટલાક બાળકો ના માતા પિતા મજૂરી કામે અલગ અલગ જગ્યા એ વસવાટ કરતા હોય, જરૂરી પુરાવા ન હોવાના કારણે બાળકો ને શાળા માં ભણાવી શકતા નથી. આવા બાળકો ને તાત્કાલિક રહેઠાણ માટે સર્ટિફિકેટ નગરપાલિકા અથવા તલાટી દ્વારા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મા બાપ ને બાળકો ને ભણાવવા અને રાજ્ય સરકારની નવી શિષ્યવૃત્તિની યોજનાનો લાભ લેવા પણ માર્ગદર્શન આપ્યું હતુ. આ કાર્યક્રમમા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડયા, નગરપાલીકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રીશ્રી ઓ રાજેશભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાધેલા, યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, નગરપાલિકા સદસ્યશ્રીઓ અજયભાઈ ખુમાણ, કિશોરભાઈ બૃહા, હસુભાઈ ચાવડા, કેશવભાઈ બગડા, જિલ્લા ભાજપ અ.જા.મોરચા પ્રમુખ કેશુભાઈ વાધેલા, જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, શહેર ભાજપના અમીતભાઈ પંડયા, પ્રવિણભાઈ કોટીલા, ભાવેશભાઈ વિકમા, લલીતભાઈ મારુ, ગીરીશભાઈ નાંદોલીયા સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More