Search
Close this search box.

Follow Us

રાજકોટ જિલ્લાના સ્કૂલ બસ-વાન-રીક્ષા ચાલકો તથા શાળા સંચાલકો માટે નિર્દેશો જાહેર કરાયા

બાળકોને શાળા માટે પરિવહનમાં વપરાશમાં લેવાતી બસ તથા વાન-રીક્ષા વગેરેમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી.એ.ગાંધી દ્વારા તા.૯/૮/૨૦૨૪ સુધી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સરકારી-ખાનગી સ્કૂલો,કોલેજ, કોચિંગ ક્લાસના આચાર્ય-સંચાલક તથા સ્કૂલવાન,સ્કૂલ બસ, સ્કૂલ-રીક્ષા ચલાવતા માલિક-ડ્રાઇવરો માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.
નિર્દેશો અનુસાર બસના બાહ્ય ભાગમાં ડ્રાઇવરની માહિતી નામ,સરનામું, લાઇસન્સ નંબર, બેજ નંબર અને શાળાનો કે બસ માલિકનો ટેલીફોન હેલ્પલાઇન નંબર અને રજીસ્ટ્રેશન નંબર, વાહનની અંદરની અને બહારની તરફ સ્પષ્ટ દેખાય તથા વંચાય તે રીતે કોન્ટ્રાસ્ટ રંગમાં બસમાના મુસાફર અને જાહેર જનતાને બહારથી પણ સ્પષ્ટ રીતે દેખાય તેવી રીતે લખવાના રહેશે.
ઉપરાંત બસની બારીઓ પર આડી પટ્ટીઓ અને જાળી, દરવાજા પર વિશ્વાસનીય લોક તેમજ બસમાં આપાતકાલીન સમયે બહાર જવા માટેનો દરવાજો રાખવાનો રહેશે. આ અંગે શાળા પ્રશાસનએ જવાબદારી સુનિશ્ચિત કરવાની રહેશે. સ્કુલ બસમાં સ્પીડ ગવર્નર લગાવવું ફરજિયાત રહેશે. દરેક સ્કૂલ બસમાં એબીસી પ્રકારના પાંચ કિલોની ક્ષમતાવાળા અને આઈએસઆઈ પ્રમાણિત કરાયેલ બે અગ્નિશામક જેમાંથી એક ડ્રાઇવર કેબીન અને બીજું આપાતકાલીન દ્વાર પાસે રાખવાનું રહેશે,તેના વપરાશ અંગે ડ્રાઇવર,કંડકટર,એટેન્ડન્ટને તાલીમ આપવાની રહેશે.
બસની બેઠકો બિનદહનશીલ પદાર્થમાંથી બનાવેલી હોવી જરૂરી, જીપીએસ સિસ્ટમ અને સીસીટીવીની વ્યવસ્થા સાથે દરેક સ્કૂલ બસમાં તે ફરજિયાત કાર્યરત અવસ્થામાં રાખવાના રહેશે. સ્કુલ બસમાં એક પ્રાથમિક સારવાર પેટી, કટોકટીના સમયે ચેતવણી આપવા માટે એલાર્મ બેલ લગાવવાના રહેશે તેમજ બસમાં કાચ પર ફિલ્મ કે પડદા લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બસના ડ્રાઇવર પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાઇસન્સ, ટેક્સ પરમીટ,પીયુસી તેમજ સ્કૂલ બસના મુસાફરોનો માન્ય વીમો રાખવાનો રહેશે. ડ્રાઇવરની શારીરિક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત રહેશે જે સમયાંતરે રીતે રિચેકઅપ સાથે મેળવતા રહેવાનું રહેશે.
સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટોરિક્ષા-વાનમાં આરટીઓ માન્ય કેપેસિટી જેટલા જ બાળકો બેસાડવાના રહેશે.આ વાહનો પર સ્કૂલ વર્ધી એમ સ્પષ્ટ દેખાય તે પ્રમાણે લખવાનું રહેશે.જેમાં પ્રાથમિક સારવારની પેટી,અગ્નિશામક સાધનો, ઉતારું કમ્પાર્ટમેન્ટની વધારાની બેઠક વ્યવસ્થા, બારીઓ પર જાળી રાખવી ફરજિયાત રહેશે. રીક્ષા-વાનમાં સીએનજી એલપીજી સિલેન્ડર પર પાટિયું રાખીને કે ડ્રાઇવરની સીટ પર બાળકોને બેસાડી શકાશે નહીં. વાહનમાં બાળકોના દફતર બહારની બાજુ લટકાવી શકાશે નહીં તેમજ ચારે તરફ લાલ રંગમાં સ્કૂલ વાન શબ્દ ચિતરાવવાનો રહેશે.તમામ સૂચનાઓની અમલવારી શાળા, કોલેજ કોચિંગ ક્લાસના આચાર્ય-સંચાલક તથા બસ-રિક્ષાવાળાના માલિક તથા ડ્રાઇવરોએ કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

sunilsaravaiya
Author: sunilsaravaiya

Hi

1 thought on “રાજકોટ જિલ્લાના સ્કૂલ બસ-વાન-રીક્ષા ચાલકો તથા શાળા સંચાલકો માટે નિર્દેશો જાહેર કરાયા”

  1. *રાજકોટ શહેરમાં પરવાનગી વગર ચાર કરતા વધુ લોકોના ભેગા થવા તેમજ સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ*

    *રાજકોટ તા. ૦૨ જુલાઈ -* રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારા ધાર્મિક શોભાયાત્રાઓ અને તહેવારો તેમજ રેલીઓ/ધરણાઓના કાર્યક્રમો તેમજ આતંકવાદી પ્રવૃતિઓને ધ્યાને લઈને સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે પરવાનગી વગર જાહેર જગ્યા ખાતે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, સભા બોલાવવા કે ભરવા ઉપર અને સરઘસ કાઢવા ઉપર રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ પ્રતિબંધ જાહેર કર્યો છે.
    આ હુકમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા.૩૧/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ આદેશ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવી વ્યકિતઓ તથા હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સીઓ કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તથા સ્મશાન યાત્રા અને લગ્નનાં વરઘોડાને લાગુ પડશે નહીં. હુકમનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર છે.

    Reply

Leave a Comment

Read More