Search
Close this search box.

Follow Us

વિસાવદર કોર્ટ ચેક રિટર્ન કેસોમાં એક જ આરોપીને જુદા જુદા ચાર કેસમાં બે બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમનો દંડ ફટકારતા ચકચાર

 

વિસાવદરતા.વિસાવદર કોર્ટમાં ચાલતા રકમ હાથ ઉછીની લઈને ચેક આપી ચેકમાં જુદા પ્રકારની સહી કરી ચેક રિટર્ન કરાવનાર આરોપીને વિસાવદર કોર્ટ દરેક કેસ દીઠ બે બે વર્ષની સજા તથા ચેકની રકમનો બમણો દંડ ફટકારતા ચકચાર મચી ગયેલ છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે વિસાવદર તાલુકાના સરસઇ ગામે રહેતા અને ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા ભીખાલાલ મનજીભાઈ જોધાણી ને તેના જ ગામમાં રહેતા વિરડીયા રજનીકભાઈ મુકેસભાઈને તેના કાજુ બદામના ધંધાના વિકાસ માટે રૂપિયા ૭,૪૧,૦૦૦/-ની જરૂર પડતા ફરિયાદી ભીખાલાલ પાસેથી હાથ ઉછીના લીધેલા જેમા ત્રણ લાખ ચેકથી આપેલ અને રૂપિયા ૪,૪૧,૦૦૦/- ફરિયાદી તથા તેમના પુત્રએ બેન્કમાંથી લોન લીધેલ તેમજ ખેતીની જમીનોની ઉપજ રકમ કરી કુલ રૂપિયા સાત લાખ એકતાલિશ હજાર પુરા હાથ ઉછીના આપેલ અને આરોપીએ તે રકમનું ચુકવણું કરવા માટે તેની એક્સીસ બેન્ક વિસાવદર શાખાનો ચેક આપેલ જે ચેક પણ તેઓએ બેન્કમાંથી ડ્રોઅર સિગ્નેચર ડીફરના સેરા સાથે પરત કરાવેલ ત્યારબાદ ફરીએ અવારનવાર આરોપીએ આપેલ ચેક પરત ફ્રરેલ હોવાની આરોપીને જાણ કરવા છતાં રકમ નહિ ચૂકવતા ફરિયાદીએ તેમના એડવોકેટ નયનભાઈ જોશી મારફતે આરોપીને નોટિસ આપેલ આરોપીએ નોટીસનો કોઈ જવાબ નહિ આપતા ફરિયાદીના વકીલ દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી જેમાં આરોપીએ ફરિયાદ વાળો ચેક ખોટી મેળવી તેમાં ખોટી રકમ,તારીખ નાખી ચેકનો દૂર ઉપયોગ કરેલ હોવાની તકરારો લીધેલ હતી અને ચેકમાં તેઓની સહી નથી તેવી તકરાર લેતા બેંકને ફરિયાદીએ પોતાના સાક્ષી તરીકે બોલાવી આરોપીની સહી સિગ્નેચર કાર્ડ સાથે મેળવી જુબાની લીધેલ હતી ત્યારબાદ આરોપીનો જવાબ લેવામાં આવેલ જેમાં પણ આરોપીએ ઉપર મુજબનો બચાવ લીધેલો હતો.
આ કામમાં ફરિયાદી વતી વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટે તથા અન્ય કોર્ટોના વિવિધ ચુકાદાઓ તથા કાયદાકીય જોગવાઈઓ સાથેની દલીલો કરતા વિસાવદર કોર્ટ આરોપીને આ કેસમાં રૂપિયા સાત લાખ એકતાલિશ હજાર પુરાની રકમ સામે ચૌદ લાખ બિયાસી હજાર પુરાનો દંડ તથા બે વર્ષની સજા અને દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજા ફટકારતા ચકચાર મચી ગયેલ છે આજ આરોપી સામેના જુદા જુદા અન્ય ત્રણ કેસોમાં જુદા જુદા ફરીયાદી હતા તેવા અન્ય ત્રણ કેસમાં પણ બે બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમનો દંડ ફટકારતા રકમ મેળવી ચેકો આપનારા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે.(ફોટા સાથે)

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More