ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કોશિયાણી મિત્તલ અશોકભાઈ, લંગાળિયા નિધિ વિપુલભાઈ અને માંગુડા ધવલ ભલાભાઈએ ખેલ મહાકુંભની ર્સ્પર્ધામાં અંડર-૧૪ વિભાગમાં યોગાસન સ્પર્ધામાં તાલુકા અને જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા બની સ્પોર્ટ કોમ્લેક્ષ, ભાવનગર મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની યોગાસન વ્યક્તિગત યોગા અને ટ્રેડીશનલ યોગા સ્પર્ધામાં ભાગ લઈ બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું હતું.
આ અનેરી સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા સ્પર્ધકો અને યોગ ટ્રેનર અશ્વિનભાઈ બારૈયાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી
Author: ભાગવત ભૂમિ
Hi