ચેક રિર્ટન કેસમાં કાયદેસરનું લેણું ચુકવવા ચેક આપ્યો છે તેવુ ફરિયાદ પક્ષે પ્રથમ પુરવાર કરવુ પડે: આરોપીના એડવોકેટ નયનજોશીની દલીલો*
વિસાવદરતા.વિસાવદર કોર્ટમાં ચાલતા ચેક રિર્ટન ના કેસમાં ફરિયાદી તરફે તેનું કાયદેસરનું લેણું આરોપી પાસે હતું અને તે કાયદેસરના લેણાની ચુકવણી માટે આરોપીએ ફરિયાદી ચેક આપેલ છે તે હકીકત પ્રથમ ફરિયાદીએ સચોટ પુરાવો આપી પુરવાર કરવી પડે તો જ બર્ડન શિફ્ટ થાય તેવી વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીની ધારદાર દલીલો તથા નામદાર સુપ્રીમ કોર્ટ તથા જુદી જુદી હાઇકોર્ટે ના ચુકાદા ટાંકી લેખિત તથા મૌખિક રજુઆત વિસાવદરના જ્યુડિશિયલ ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ એસ.એસ.ત્રિવેદી સાહેબ સમક્ષ કરતા આરોપી પક્ષની દલીલો કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લઇ વિસાવદર કોર્ટ આરોપીને નિર્દોષ ઠરાવી મુકવા હુકમ કરેલ છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે,મૂડીયા રાવણી ગામે રહેતા સુમિત્રાબેન ભીખાભાઇ રાદડિયાએ તેઓ સુરત રહેતા ત્યારે આરોપી સાથે પરિચય થતા હાથઉછીનાં રૂપિયા બે લાખની રકમ આપેલ અને તે રકમની ચુકવણી કરવા માટે આરોપીએ રૂપિયા બે લાખનો તેમને ચેક આપેલ જે ચેક રિર્ટન થતા ફરિયાદીએ તેમના એડવોકેટ મારફતે નોટિસ આપેલી જે નોટીસનો જવાબ આરોપીપક્ષ દ્વારા આપવામાં આવેલ જે જવાબ ખોટો હોવાની તકરાર સાથે ફરિયાદીએ વિસાવદર કોર્ટમાં આરોપી સોનલબેન હરમુખભાઈ રાખોલીયા રહે.સુરતવાળા સામે ફોજદારી કેસ દાખલ કરેલ જે કેસમાં આરોપી તરફે વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ જેમાં ફરિયાદીની વિસ્તૃત ઉલટ તપાસ કરતા ફરિયાદી ઉલતતપાસમાં તૂટી ગયેલ અને તેઓ ખેતી કરતા હોય તેમની પાસે આવક હોય તેવું પણ સાબિત કરી શકેલ નહિ ઉપરાંત ખેતીની આવકનો વહીવટ તેમના પતિ કરતા તેમના એકાઉન્ટ માં પણ ક્યારેય બે લાખ જેવી રકમ હતી નહિ તેમજ આરોપીના પતિ તથા તેમના ભાઈ સુરતમાં ડેરી પ્રોડક્ટ્સનો ધંધો સાથે કરતા અને આરોપીના પતિએ ટેમ્પો રાખી તેની રકમ ચુકવવા તેની પત્નીના નામની ચેકબુકમા આરોપીની સહી કરાવી ધંધાના સ્થળે રાખેલ અને ફરિયાદીના ભાઈ તથા આરોપીના પતિને ધંધાના હિસાબમાં વાંધો પડતા બન્ને અલગ અલગ ધંધો કરવા લાગેલ પરંતુ ત્યાં રાખેલ ત્રણ ચેકબુક ફરિયાદીના ભાઈએ મેળવી તેમના સગા સંબંધીઓ મારફતે સુરત કોર્ટમાં ફરિયાદો કરેલ જેમાં ન ફાવતા અને બન્ને ચેકવાળી ફરિયાદ કોર્ટ રદ કરતા ત્રીજો ચેક તેમના ભાઈ પાસેથી મેળવી હાલની ફરિયાદ દાખલ કરેલ હોવાની હકીકતો ઉપરાંત ચેક રિર્ટન થયાની નોટિસ,ફરિયાદ તેમના પતિએ લખાવેલ હોય તેઓને ખબર ન હોય તેવી જુબાની આપેલ આમ ફરિયાદીનું કોઈ કાયદેસરનું લેણું આરોપી પાસે ન હોય અને કાયદેસરનું લેણું ચુકવવા માટે કોઈ ચેક આરોપીએ આપેલ હોવાની હકીકત ફરિયાદ પક્ષે પુરવાર થતી ન હોય તેવી દલોલો ઉપરાંત નેગોસીએબલની એકટની કલમ મુજબ કોરા ચેકમાં નામ,રકમ,તથા તારીખ લખતા પહેલા આરોપીની સંમતિ લેવાયેલ ન હોય આ બાબતે ઉચ્ચ અદાળતોના ચુકાદા ધ્યાને લઇ આરોપીને નિર્દોષ છોડી મુકવા રજુઆત કરતા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા કોર્ટ ઐતિહાસિક ચુકાદો આપેલ છે.(ફોટા સાથે)