વિસાવદરતા.શહેર ભાજપના કાર્યકરો આજરોજ કેન્દ્ર સરકાર ના પૂર્વ આરોગ્ય મંત્રી હાલ શ્રમ રોજગાર મંત્રી તેમના મત વિસ્તારના જુદા જુદા ગામમાં થયેલ વરસાદ તથા પુરના કારણે થયેલ નુકશાની અંગે લોકોને સાંભળી તાત્કાલિક યોગ્ય કરવા અધિકારીઓને સૂચના આપેલ હતી ત્યારબાદ માણાવદર ખાતે આવેલ જેઠાભાઇ પાનેરા ના સંકુલની મુલાકાતે આવ્યા ત્યાં સૌ કાર્યકરો સાથે ભોજન લઈ લોકોની રજૂઆતો સાંભળી હતી ત્યારે વિસાવદરના કાર્યકરોએ પણ તેમની શુભેચ્છા મુલાકાત કરેલ હતી.જેમાં ઉદયભાઈ મહેતા,નિલેશભાઈ કોઠારી તથા નયનભાઈ જોશી હાજર રહિયા હતા અને તેમને કનકાઈ માતાજીનો ખેસ પહેરાવી મનસુખભાઈ માંડવીયાનું સન્માન કરવામાં આવેલ હતું.(ફોટા સાથે)