Search
Close this search box.

Follow Us

દારૂની બદી દુર કરવા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર દરોડા પાડી, છેલ્લા ૨૪ કલાકમાં પ્રોહિબિશનના કુલ ૭૮ કેસો શોધી કાઢી, ૬૬ ઇસમોને પકડી પાડતી અમરેલી જિલ્લા પોલીસ

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ દારૂબંધીના કડક અમલ કરવા રેન્જ હેઠળના જિલ્લાઓમાં દારૂની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જિલ્લામાં દારૂની ગેરકાયદે વેચાણ/સેવન/ વહન અટકાવવા સારૂ સ્પેશ્યલ પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરી, આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઢવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ.

આ ડ્રાઇવ દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂની પ્રવૃત્તિ કરતા ઇસમો

ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર રેઈડ કરી, દરોડા પાડી, પ્રોહિબિશનની પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી

કરવામાં આવેલ.

→ શોધી કાઢેલ કેસોઃ –

અમરેલી જિલ્લાં પોલીસ દ્વારા કુલ ૭૮ કેસો કરવામાં આવેલ છે. જે પૈકી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨ કેસો કરવામાં આવેલ છે તથા દેશી દારૂના કબ્જાના પર તથા દારૂ બનાવવા માટેના આથાના ૨ તથા ભઠ્ઠીના ૫ કેસ કરવામાં આવેલ છે. તેમજ દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવવાના ૩ કેસો તથા ૧૪ દારૂ પીધેલ વ્યક્તિઓ પકડવામાં આવેલ છે.

→ પકડાયેલ મુદ્દામાલ –

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સદરહું ડ્રાઇવ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૦૭, કિ.રૂ.૧,૪૦૦/- તથા દેશી દારૂ લીટર ૪૯૬, કિ.રૂ.૯,૯૨૦/- તથા દારૂ બનાવવાનો આથો લીટર ૪૩૦, કિ.રૂ.૮૬૦/- તથા ભઠ્ઠીના સાધનો તથા અન્ય મુદ્દામાલ કિ.રૂ.૬૩૩/- મળી કુલ કિં.રૂ. ૧૨,૮૧૩/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

તેમજ બાતમી હકિકત આધારે વંડા પો.સ.ઈ.શ્રી પી.ડી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ તથા વંડા પોલીસ ટીમ દ્રારા અમરેલી ભાવનગર જિલ્લાની બોર્ડરમાં આવેલ રબારીકા ગામની સીમ વિસ્તારમાંથી ગઈ રાત્રીના રોજ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૬૧૮ પેટ્ટીઓ કિં.રૂ.૩૧,૦૦,૦૦૦/- તથા વાહન સહીત કુલ કિં.રૂ.૫૧,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી, આગળની કાર્યવાહી થવા જેસર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.

→ પકડાયેલ આરોપીઓ-

સદરહું ડ્રાઇવ દરમ્યાન દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રોહીબીશન પ્રવૃતિ કરતા કુલ ૬૬ ઇસમોને પકડી પાડી, તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને દારુના ગેરકાયદે વેચાણ /સેવન / વહન અટકાવવા પ્રોહિબિશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો સામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબીશન ધારા તળે તથા નવા અમલમાં આવેલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિત (BNNS) ૨૦૨૩ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Alpesh Undhad
Author: Alpesh Undhad

Leave a Comment

Read More