ભારતીય રેલવે અને આઈ આર સી ટી સી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત, IRCTC લઈને આવ્યું છે ધાર્મિક પ્રવાસો.

 

🚂 ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા શ્રાવણ સ્પેશ્યલ ૦૭ જ્યોતિર્લિંગ યાત્રા🚂

 

આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ: ૦૩.૦૮.૨૦૨૪ થી ૧૨.૦૮.૨૦૨૪ (૦૯ રાત્રી / ૧૦ દિવસ) રાજકોટ થી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર – વિરમગામ – સાબરમતી – નડિયાદ – આણંદ – છાયાપુરી (વડોદરા) – ગોધરા – દાહોદ  – મેઘનગર – રતલામ થી બેસી શકે છે.

 

 

આ યાત્રા દરમિયાન IRCTC મહાકાલેશ્વર – ઓમકારેશ્વર – ત્ર્યંબકેશ્વર – ભીમાશંકર – ગ્રિષ્ણેશ્વર – પરલી વૈજનાથ – મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ના દર્શન કરાવશે.

 

 

IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. આધુનિક કિચન કાર મુસાફરોને તેમની સીટ  પર જ સ્વાદિષ્ટ શાકાહારી ભોજન આપશે. મુસાફરોને મનોરંજન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત સ્વાદિષ્ટ શાકાહારી ભોજન, બસ દ્વારા પ્રવાસન સ્થળોની મુલાકાત, હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડશે.

 

 

આ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માટે રૂ. ૨૦, ૯૦૦/-, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. ૩૪, ૫૦૦/- અને સુપિરિયર ક્લાસ- 2AC માટે રૂ. ૪૮, ૯૦૦/-, -ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે.

 

 

IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, હવે પેકેજ બુક કરો EMI થી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. બુકિંગ માટે IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર લોગીન કરો અથવા અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવી શકો છો. રસ ધરાવતા પ્રવાસીઓ ટુર પ્રોગ્રામ માટે WhatsApp (9653661717) અથવા ઇમેઇલ: roadi@irctc.com પર કરી શકો છો.

 

 

આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરો:

અમદાવાદ: 079-29724433/49190037, 9321901849, 9321901851, 7021090572, 7021090626

વડોદરા:    7021090626, 7021090837

રાજકોટ:    7021090612, 9321901852

સુરત:      7021090498, 9321901851, 7021090644

પ્રાદેશિક કાર્યાલય: 502, 5મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ. 380009. 

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.