રાજ્યની 101 ટેકનીકલ કોલેજ દ્વારા 3 વર્ષનું ફી નું માળખું જાહેર કર્યું છે. આર્કિટેક્ટરમાં 55 અને એમબીએમાં 80 ટકા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. ફી રેગ્યુલેશન કમિટીએ જાહેર કરેલી ફી 2023-24 થી લાગુ થશે. તેમજ ગત વર્ષની ફી નો વધારાનો તફાવત પણ ચૂકવવો પડશે.
રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષીશનું પ્રશિક્ષણ આપતી 101 ખાનગી કોલેજોમાં હાલની ફી કરતા 5 ટકા ફી માં વધારા સાથે નવી ફી ની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ તેમજ આર્કિટેક્ટર સહિતની કોલેજોમાં વાર્ષિક 33 હજારથી 6 લાખ સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારો શૈક્ષણિક વર્ષ 2023-24, 2024-25 અને 2025-26 માટે અમલી બનાવ્યો છે. તેમજ ફી ની માળખાની માહિતી કમિટીની વેબસાઈટ પર પણ મુકવામાં આવી છે. ફી નિયમન કમિટીને રાજ્યની 621 કોલેજની ફી નક્કી કરવા માટે દરખાસ્ત આવી હતી. જેમાંથી 520 કોલેજોને હાલની ફી થી પાંચ ટકા જેટલો વધારો કરવાની દરખાસ્ત કરી હતી.
કોર્સ કોલેજ જુની ફી નવી ફી
MBA- નવરચના યુનિ 77000 1.38 લાખ
બી.આર્કિટેક્ચર અનંત યુનિ 88000 1.36 લાખ
MBA અદાણી યુનિ 1.50 લાખ 1.97 લાખ
બી આર્કિટેક્ચર નવરચના યુનિ 1.11 લાખ 1.50 લાખ
એમ.ફાર્મ એલ.એમ.કોલેજ 1.65 લાખ 1.86 લાખ
એમબીએ મેરિટાઈમ યુનિ 81 હજાર 1.25 લાખ
એમબીએ એલ.જે.કોલેજ 81 હજાર 1.08 લાખ
ડિગ્રી એન્જિ. કર્ણાવતી યુનિ 82 હજાર 1.10 લાખ
Author: ભાગવત ભૂમિ
Hi