ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ, દ્વારા રવિપુષ્ય અમૃત યોગ દિવસે સુવર્ણપ્રાશન ઔષધ 1 થી 10 વર્ષ ના બાળકોને 

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા તા.4થી ઓગસ્ટ રવીવારે રવીપુષ્ય અમૃત યોગ અન્વયે પંચવટી સોસાયટી,સહજાનંદનગર, મહાકાળીનગર,રામ નગર,ભવનાથ નગર 1-2તેમજ ગોંડલ શહેર ની કોઈપણ સોસાયટીના 1થી10 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવાનું આયોજન કરવામાં આવેલ છે..

તેમજ ગોંડલ શહેર ની આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાશન ઔષધ મૂલ્યે આપવામાં આવશે..

વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ બાળકોનો બૌધિક, શારીરિક અને માનસિક વિકાસ માં ખૂબ જ ઉપયોગી ઔષધ છે.

શાસ્ત્રોક્ત પદ્ધતિ થી અને મૂલ્યવાન ઔષધ અને ભસ્મ થી તૈયાર કરી ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી પરિવાર તરફથી સ્વ.કનુભાઈ જોષીદાદા ની સ્મૃતિ માં વિનામૂલ્યે ભાવિ પેઢીના તંદુરસ્ત અને પ્રતિભાશાળી ભવિષ્ય માટે નિઃશુલ્ક આપવામાં આવે છે…..

આ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન સેવા હિતેશભાઈ દવે ના નિવાસ સ્થાને ” સ્નેહ કુંજ “..પંચવટી સોસાયટી,ગણપતિ મંદિર સામે, રેલ્વે સ્ટેશન પાછળ,* તા.4થી ઓગસ્ટ રવીવારે સવારે 9 વાગ્યા થી બપોરના 2 વાગ્યા સુધી સેવા નો લાભ મળશે.

પંચવટી સોસાયટી,સહજાનંદ નગર રામનગર ,ભવનાથનગર1-2 મહાકાળીનગર તેમજ સમસ્ત ગોંડલ શહેર ના કોઈપણ વિસ્તાર ના બાળકોના સર્વાંગી વિકાસ માટે આ સેવા વ્યવસ્થાનો લાભ લ્યે તેવી અપીલ હિતેશભાઈ દવે દ્વારા કરવામાં આવે છે..

હિતેશભાઈ દવે દ્વારા રૂબરૂ જઈને ગરીબ બાળકોને સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવામાં આવશે…જેમાં કિરણબેન દવે,ધારાબેન ,જયશ્રીબેન જોશી સહયોગ કરી રહ્યા છે…..મોબા.નં.9909987711….

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More