ગોંડલ હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા સતત ૪૩ માં વર્ષ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન તેમજ ગત વર્ષે વિજેતા થયેલા ફ્લોટ્સને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા
ગોંડલ પટેલ વાડી ખાતે આગામી જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ટોળિયાના અધ્યક્ષ સ્થાને ધર્મસભાનુ આયોજન તારીખ ૩ ને શનિવાર ના રોજ સાંજના ૭ કલાકે રાખવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાઓના હોદેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંજનાં પ્રસાદ બાદ ૯ કલાકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા માટે વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી ગત વર્ષે વિજેતા થયેલા વિભિન્ન સંસ્થાના ફ્લોટ્સને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ તકે મોટી હવેલીના મુખ્યાજી ગોપાલભાઈ ટોળિયા રીબડાના દાનવીર. અનિરુદ્ધસિંહ જાડેજા નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા ગોરધનભાઈ પરવડા દિનેશભાઇ માધડ રાજુભાઇ સખીયા બટુકભાઈ સાવલીયા હિરેન ડાભી મયુર મહેતા શશીકાંતભાઈ રૈયાણી રાજુભાઇ ધાના પાલીકા પ્રમુખ મનિષભાઇ ચનિયારા સમિર કોટડીયા ધર્મેન્દ્રભાઈ રાજાણી સંજયભાઈ ધીણોજા જયદીપસિંહ જાડેજા નલીનભાઇ જડીયા આશીષભાઈ કુંજડીયા સહિતના મોટીસંખ્યામાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી કાર્યક્રમનુ સંચાલન રાજુભાઈ છાટબારે કર્યું હતું