રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 14માં મેયરના લોક દરબારમાં થોક બંધ લોક પ્રશ્નો રજૂ કરતા કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા..

 

ભાંડ, ભ્રષ્ટાચાર, બેદરકારી, બંધ ફુવારા, લાપરવાહી, સફાઈમાં ધાંધિયા, ગંધાતા પાણી, વખતોવખત તૂટતી લાઈનો, ઉભરાતી ગટરો, વોકળાની ગંદકી સહિતના પ્રશ્નો અંગે આક્રમક રજૂઆત**

**કહેવાતા સ્માર્ટ સિટીમાં લોક સમસ્યાનો રાફડો ફાટ્યો છે ત્યારે ફક્ત બે કલાકમાં પ્રશ્નો રજુ ન થઈ શકે**

**વોર્ડના મેયરશ્રીને રજુ કરવામાં આવેલા પ્રશ્નો એકાદ માસમાં હલ ન થાય તો ભક્તિનગર સર્કલ ખાતે વોર્ડ નંબર 14 ના કોંગ્રેસના આગેવાનો કરશે ધરણાં**

 

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, વોડ પ્રમુખ બીજલભાઇ ચાવડીયા, રાજકોટ શહેર કોંગ્રેસ એસસી સેલના ચેરમેન નરેશભાઈ સાગઠીયા, મયુરસિંહ પરમાર ની સંયુક્ત યાદી જણાવે છે કે આજે રાજકોટમાં મેયર નયનાબેન પેઢળિયા નો વોર્ડ નંબર 14માં મેયર પ્રજાના દ્વારે મેયર નો લોક દરબાર કોઠારીયા રોડ પર ઓફિસે યોજાયો હતો જેમાં કોંગ્રેસના આગેવાન સિનિયર કોંગ્રેસ અગ્રણી શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજુભાએ જણાવ્યું હતું કે કહેવાતા સ્માર્ટ સિટી માં લોક સમસ્યાનો રાફડો ફાટ્યો છે ત્યારે મેયરનો લોક દરબાર એ ફક્ત 9 થી 11 બે કલાક નો સમય અપૂરતો છે માટે મેયર લોકોના પ્રશ્નો અંગે 11 થી 5 દરેક વોર્ડ ઓફિસમાં પ્રશ્નો સાંભળે એવી વિનંતી કરવામાં આવી હતી. કોંગી આગેવાનોએ શરૂઆતમાં જ જણાવ્યું હતું કે મેયર શ્રી નો લોક દરબાર હોય તો ફક્ત મેયરશ્રી જ જવાબ આપે સુપર મેયર કે કોર્પોરેટરો જવાબ ન આપે શહેરના 70 ટ્રાફિક બુથો પર મહાનગરપાલિકાની મંજૂરી વગર જાહેરાત મુદ્દે વિજિલન્સ તપાસ કરવા અને જવાબદારોને દાખલા રૂપ સજા કરવાના તત્કાલીન સમયે પોલીસ દ્વારા ચાર-ચાર વર્ષોથી પોતાના મળતીયાઓની જાહેરાતો લગાડી ૧.૬૮ કરોડના આ કૌભાંડમાં વિજિલન્સ તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનરને ઈન્વડૅ નંબર ૫૮૯ તારીખ ૧૧/૦૫/૨૦૨૩ ના પત્ર અંગે પગલા ભરવા અંગે રજૂઆત કરવામાં આવી અને તે પત્રની નકલ મેયર શ્રી ને સુપ્રત કરેલ હતી. તે સમયે પેટા પ્રશ્ન ઉઠાવી વોર્ડના કોર્પોરેટર કેતન પટેલ દ્વારા જણાવ્યું હતું કે આ વોર્ડનો દરબાર છે તો વોર્ડના જ પ્રશ્નો રજૂ કરો પરંતુ કોર્પોરેટરને એ વાતની ખબર નહોતી કે વોર્ડ નંબર 14માં ત્રણથી ચાર ટ્રાફિક બૂથ આવે છે તેમાં કૌભાંડ થયું હતું. આ વોર્ડનો ભક્તિનગર સર્કલ માં આવેલ ફુવારો વર્ષોથી બંધ છે અને આ ફુવારામાં ગુરુકુળ સાથેના કરાર બંધ થયા છતાં ભક્તિનગર સર્કલ માં ના ફુવારા ની જાહેરાતો ન હટાવી આંખમીચામણા કરનાર સામે પગલાં ભરી જાહેરાતમાં થયેલ ખર્ચ જવાબદાર અધિકારી પાસેથી વસૂલવા બાબતનો મ્યુનિસિપલ કમિશનરનો પત્ર ઇનવર્ડ નંબર ૨૦૪૭ તારીખ ૩૧/૦૭/૨૩ તત્કાલીન સમયના ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ના સીટી ઇજનેર અને હાલ જેમના ઘરેથી ફાઈલો મળી છે અને વિવાદાસ્પદ બનેલા સીટી ઇજનેર દ્વારા જાહેરાતો હટાવવામાં આવી ન હતી જે પત્રની નકલ મેયર શ્રી ને સુપ્રત કરવામાં આવી હતી.

તદુપરાંત વોર્ડ નંબર 14 કે જે અગાઉ વોર્ડ નંબર 15 અને 19 માં વહેંચાયેલો એક ભાગ હતો તત્કાલીન સમયે વોર્ડ નંબર 15માં ડી આઈ પાઇપલાઇન નાખી દીધી છે. પરંતુ અગાઉ 19 માં આવતા અને હાલ વોર્ડ નંબર 14 ના વિસ્તારોમાં ડી આઇ પાઇપલાઇન ન હોવાને પગલે વખતોવખત પાઇપલાઇનમાં ભંગાણ પડે છે અને શહેરમાં કદાચ સૌથી વધુ આ વોર્ડમાં પાઇપ લાઇન તૂટી છે અને પાણીનો બગાડ થાય છે એટલું જ નહીં વર્ષો જૂની પાઇપ લાઇનોને પગલે ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી વિતરણને પગલે રોગચાળો ફેલાવ્યો હતો જે રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર મૌજુદ છે. વાણીયા વાડીના બગીચામાં સોલાર લાઈટો બંધ છે થાંભલા છે પરંતુ લાઈટો વર્ષોથી નથી થાંભલા એ શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. ભક્તિનગર સર્કલ થી ગીતામંદિર રોડ પરના ડિવાઇડરો જેમાં વૃક્ષોનું પણ કરવામાં આવ્યું છે હાલ વૃક્ષો ઘેઘુર થયા છે પરંતુ તે ડીવાઇડરમાં ત્રણથી ચાર ફૂટ બિનજરૂરી ખળ અને અન્ય બિનજરૂરી ઝાડ ઊગી નીકળેલા હોય તે કાઢી એટલે કે નિંદામણ કરી ડિવાઈડની સફાઈ કરવી જરૂરી. સોરઠીયાવાડી નો ફુવારો વર્ષો જૂનો છે ભંગાર હાલતમાં છે અંદરની લાઈટો બંધ છે ફુવારા નું આધુનિકરણ કરવું, બાગ બગીચા અને ફુવારા ના અભ્યાસર્થે અધિકારીઓ પદાધિકારીઓ હવાઈ મુસાફરી કરી આવ્યા હોવા છતાં આ વિસ્તારના ફુવારાઓ હાડપિંજર સમાન અને ભંગાર હાલતમાં છે અને બંધ પણ છે માસ્ત સોસાયટી શેરી નંબર 12 સુધી વોકળો પેક છે પરંતુ કોઠારીયા કોલોની અને નટેશ્વર મંદિર તરફથી વોકળો છે તે ઓપન છે આ વોકળામા 24 કલાક પાણી વહે છે તે પાણી બંધ કરાવો વોકળામાં પાણી છોડવાની મનાઈ છે નટેશ્વર મંદિર પાછળ બેસુમાર ગંદકી વોકળામા થાય છે બોક્સ ગટર અને આરસીસી કરવાની આવશ્યકતા છે, વાણીયાવાડી નો બગીચો અને સોરઠીયા વાડીનો બગીચો વારંવાર પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે તો આ બંને બગીચામાં અસામાજિકોને મોકળુ મેદાન ન મળે તે માટે વિજિલન્સ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ કરવું જરૂરી, ગીતામંદિર પાસે શાક માર્કેટ નો વર્ષો જૂનો પ્રશ્ન હોલ નથી થયો અને ત્યાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા છે નથી, મિલપરામાં ઉભરાતી ગટરો અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે સફાઈ કાર્યમાં ધાંધિયા અને વોકળામાં બેસુમાર ગંદકી છે, ટ્રાફિક માટેના સફેદ કે પીળા પટ્ટા લગાવવામાં આવેલ ન હોવાને પગલે પોલીસ મન ફાવે ત્યાંથી વાહનો ડીટેઇન કરીને તોતિંગ દંડ કરે છે, કેવડાવાડી મેઇન રોડ પર આખો દિવસ ભયંકર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ક્યારેક તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે એમ્બ્યુલન્સ પણ 20 25 મિનિટ ફસાઈ જાય છે આ પરિસ્થિતિને જોતા ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવી ઘટે, કેનાલ રોડ થી કેવડા વાળી શેરી નંબર 22 ને જોડતો પુલ એક વર્ષ પહેલાં ધ્વસ્ત કરી નાખેલ છે. આ પુલનું કામ સત્વરે શરૂ કરવાની જરૂર છે. માલધારી સમાજના આગેવાન બીજલભાઇ ચાવડીયા એ જણાવ્યું હતું કે ગાય એ માતા છે ત્યારે ગાયને એક જ જગ્યાએ બંધન કરતા રાખવાથી અનેક સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે એ બાબતે 24 કલાકમાંથી થોડો સમય શેરી ગલીમાં હેરફેર માટે સમય ફાળવવો ઘટે. વિસ્તારના સોરઠીયા પ્લોટ માં વર્ષોથી સામાન્ય વરસાદમાં લોકોના ઘરમાં ગોઠણભેર પાણી ભરાઈ જાય છે એ પ્રશ્ન નરેશભાઈ સાગઠીયા રજૂ કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે ૨૦ વર્ષોથી આ પ્રશ્નોનો ઉકેલ આવેલ નથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની આવશ્યકતા છે.

વિસ્તારના વોર્ડ નંબર 14 ડ ના સેનેટરી ઇન્સ્પેક્ટર એ જાહેરમાં જણાવ્યું હતું કે જે કાંઈ લક્ષ્મી વાળી ખાતે તે કચરાના ગંજ છે તે ગાર્ડન ડિપાર્ટમેન્ટના છે બગીચામાં ગાર્ડન વિભાગ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના સંકલનના અભાવે પણ કચરાના ઢગલાઓ જોવા મળે છે એકબીજા ઉપર ખો આપતા હોવાને પગલે સ્ટેન્ડિંગ ચેરમેને જાહેરમાં સેનેટરી ઇન્સ્પેક્ટરને તતડાવી નાખી અત્યારે જ જે કાંઈ ઢગલાઓ છે તે ઉપાડવા તાકીદ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને પરિપત્ર દ્વારા સૂચના આપવાની આવશ્યકતા છે કે લોકોની કોઈ પણ સમસ્યા હોય તે સ્વીકારી જે તે સંબંધિત વિભાગમાં મોકલવાની ફરજ પાડવાની જરૂર છે ચલક ચલણુ પેલા ઘેર ભાણું ખો આપવાની નીતિ બંધ કરો.

આજરોજ મેયરના લોક દરબારમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ નંબર 14 ના કોંગ્રેસના આગેવાનો દ્વારા જે કાંઈ રજૂઆતો કરવામાં આવી છે તેમની મુખ્ય રજૂઆતો જો આગામી 30 દિવસમાં મેયર શ્રી દ્વારા નિરાકરણ કરવામાં નહીં આવે તો ભક્તિનગર સર્કલ ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવાની ફરજ પડશે.

કાર્યક્રમમાં રજૂઆત સમયે ગજેન્દ્રસિંહ ઝાલા, બીજલભાઇ ચાવડીયા, નરેશભાઈ સાગઠીયા, મયુરસિંહ પરમાર, પરસાડીયા ભરવાડ ધીરુભાઈ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, મુકેશભાઈ પિત્રોડા, ચંદ્રેશભાઇ રાઠોડ, અનીશભાઈ જોશી, ચોટલીયા મનોજભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.

 

ગજેન્દ્રસિંહ ઝાલા,

(મો :- ૯૪૨૬૨ ૨૯૩૯૬).

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More