રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ-રાજકોટ દ્રારા આયોજીત દ્વિતીય સરસ્વતી વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ-૨૦૨૪ સંપન્ન

 

૫.પૂ. સંત શ્રી દેશળ ભગત, સંત શ્રી લાલજી મહારાજ, સંત શ્રી સંપૂર્ણાનંદજી મહારાજ, સંત શ્રી દેવુ ભગત તથા સમાજના

* વડીલોના આશીર્વાદથી શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા દ્વિતીય સરસ્વતિ વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ ૨૦૨૪ યોજાયો.
* * આ સમારોહમાં ૩૯૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. દરેક વિદ્યાર્થીઓને શ્રી રજપૂત યુથ ફાઉનડેશન ટ્રસ્ટ દ્રારા મોમેન્ટો, સ્કુલ બેગ, કુલ સ્કેપ ચોપડા, પેન સેટ તથા રાઇટીંગ પેડ સાથેની કીટ ગીફટમાં આપવામાં આવેલ હતી.

* આ સમારોહમાં મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા તથા સમારોહના અંતે વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને મહેમાનોએ સ્વરૂચી ભોજન સાથે લીધેલ હતું.

* આ સુંદર કાર્યક્રમમાં સમાજની દિકરીઓ દ્રારા સરસ્વતિ વંદના સાથે દીપ પ્રાગટય કરી અને રાષ્ટ્રગીત થી શુભ શરૂઆત કરવામાં આવી હતી.
અને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો.સમારોહની શરૂઆત કરતા પહેલા તાજેતરમાં રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનની દુર્ઘટનામાં અવસાન પામેલ મૃતકો માટે મૌન પાડી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More