ગોંડલ ની સુપ્રસિદ્ધ તન્ના એજ્યુકેશન સંસ્થા ના સંચાલક મધુભાઈ તન્ના એ પૂજ્ય મામાદેવ ની અસીમ કૃપા સાથે પરિવારના સદસ્ય ના જન્મ દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવાનું ઉપયોગી અને સેવાકાર્ય સાથે આયોજન કર્યું..
ગોંડલ ની સરકારી પાંચિયાવદર પ્રાથમિક સીમ શાળા માં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના 125 વિદ્યાર્થીઓ કે જે ગરીબ અને જરૂરિયાતમંદ મજૂર પરિવારના બાળકોને તેમના અભ્યાસ અને શૈક્ષણિક કાર્ય માં ઉપયોગી થાય અને અદ્યતન ટેકનોલોજી સાથેનું રૂ.35 હજાર નું નવું નક્કોર કોમ્પ્યુટર શાળા ને ભેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું..
ગોંડલ ના સમાજસેવી અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલ ની પાંચિયાવદર પ્રાથમીક સીમ શાળા ને તન્ના પરિવાર ના દર્શનાબેન તન્ના,જીતભાઈ તન્ના,મિતભાઈ તન્ના,રાજશીબેન તન્ના ના શુભ હસ્તે ગોંડલ મામલતદાર આર.બી. ડોડીયા,શહેર મામલતદાર ભટ્ટસાહેબ,નાયબ મામલતદાર વાય.ડી.ગોહિલ.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કાંતિભાઈ આસોદરિયા,નિવૃત ચીફ એન્જી.આર.ડી.મહેતા,હિતેશભાઈ પંડ્યા,પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ની ઉપસ્થિતિમાં સીમ શાળા ને અદ્યતન કોમ્પ્યુટર ભેટ આપી તન્ના પરિવારે જન્મ દિવસ ની યથાર્થ અને માનવતાસભર ઉજવણી કરવામાં આવી..
આ તકે મામલતદાર આર.બી.ડોડીયાસાહેબ એ તન્ના પરિવાર ના જન્મ દિવ ઉજવણી ના ઉમદા અભિગમ અને વિચાર સાથે સરકારી શાળા ના વિદ્યાર્થીઓને અદ્યતન કોમ્પ્યુટર ભેટ આપવા બદલ તેમના વિચાર ને આવકાર્યો હતો.અને શાળા વતી આભાર માન્યો હતો..
નાયબ મામલતદાર વાય.ડી.ગોહિલ એ પોતાના વક્તવ્ય માં જણાવેલ કે સમાજના સમજદાર અને સજ્જન નગરજનો મધુભાઈ તન્ના પરિવારની જેમ પરિવારની વિવિધ ઉજવણી માં આ વિચાર અપનાવે તો સમાજ ની ઉમદા અને ઉપયોગી સેવા થઈ શકે.
પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે એ જણાવેલ કે મધુભાઈ તન્ના પરિવારના આ ઉપયોગી અભિગમ ની સરાહના કરતા જણાવેલ કે સમાજના પ્રત્યેક સમજદાર અને સમૃદ્ધ નગરજનો તેમની પાસે જે છે તેમાંથી થોડુંક સમાજના જરૂરિયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓ માટે અર્પણ કરે તો સમાજ નો સર્વાંગી વિકાસ થઇ શકે..
તન્ના પરિવાર ના ઉપસ્થિત સભ્યો ને શાળાના નાના નાના વિદ્યાર્થીઓએ જન્મ દિવસ નિમિત્તે અદ્યતન કોમ્યુટર ની ભેટ આપવા બદલ તેમના તરફથી રૂપકડી ભેટ તન્ના પરિવાર ને આપી હતી.
શાળા ના આચાર્ય અને શિક્ષકોએ ગરીબ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અદ્યતન કોમ્પ્યુટર ની ભેટ આપવા બદલ તન્ના પરિવાર અને હિતેશભાઈ દવે ના ઋણ નો સ્વીકાર કરતા આભાર ની લાગણી વ્યક્ત કરી હતી..પાંચિયાવદર ના સરપંચ ભીખુભાઇ એ તન્ના પરિવાર..અધિકારીશ્રીઓ અને પધારેલ મહેમાનો નો ખુબ આભાર માન્યો હતો.અને અવારનવાર શાળા માં પધારવા વિનંતી કરી હતી..
શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહેલ હોય શાળામાં મહેમાનોના હાથે શિવ અભિષેક વિધિ કરાવવામાં આવી હતી.મહાદેવ ના ચરણોમાં સૌનું કલ્યાણ કરવા પ્રાર્થના કરવામાં આવી હતી….