ગોંડલ નાગરિક બેંકને સહકારી કાયદા મુજબ મતદાર યાદી બનાવવા માટે નિર્દેશ આપતી હાઇકોર્ટ

3900 થી વધુ ખોટા મતદારો મતદાર યાદીમાં સામેલ કરાતા બેંક વિવાદના વમળમાં

ગોડલ નાગરીક સહકારી બેંક દ્રારા જસદણના એક જ કોમના જુમ્મા મસ્જીદ કોમ્પલેક્ષ ખાતે આવેલ વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટના લોકોને મફત શેર સભાસદ બનાવવા માટેના ફોર્મનું વિતરણ બેંકના સતાધીશો દ્રારા કરેલ જેને આવનારી બેંકની સામાન્ય ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ ઉમેરો કરી અને 3900 ઉપરાંતના ખોટા મતદારો સામેલ કરેલ.

 

જેની સામે બેંકના ડિરેકટર વ્યતિષભાઈ દેસાઈ દ્રારા ગોંડલ નાગરિક બેંકને, સ્ટેટ રજીસ્ટ્રાર તથા ડિસ્ટ્રીકટ રજીસ્ટ્રારને અનેક રજુઆતો કરવા છતા કોઈ પણ પ્રકારના એકશન ન લેવાતા ન છુટકે અરજદાર યતિષભાઈ દેસાઈ દ્રારા હાઈકોર્ટમાં સ્પે.સીવીલ એપ્લીકેશન 9889/2024 થી દાખલ કરતા હાઈકોર્ટે સહકારી કાયદાની વિરૂધ્ધ બનાવેલ મતદાર યાદી સામે એવો નિર્દેશ આપેલ છે કે, આવનારી બેંકની સામાન્ય ચૂંટણીની મતદાર યાદી સહકારી કાયદાની કલમ 115(ડી) મુબજ હોવી જોઈએ.

 

તેની સાથો સાથ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક વિરૂધ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના સુપ્રિમકોર્ટના 2015 ના ચુકાદાને અનુલક્ષીને જણાવેલ છે કે, કાયદો બેંકના બાયલોઝથી ઉપર પ્રર્વતે છે જેના ફળ સ્વરૂપે બેકના ડિરેકટર યતિષ દેસાઈ દ્રારા ચૂંટણી અધિકારીને વાંધા અરજી કરશે.

 

તો તેમણે આશરે 3500 મતદાર કલમ 115(ડી) મુબજ પ્રોવીઝનલ મતદાર યાદીમાંથી રદ કરીને ફઈનલ મતદાર યાદી બહાર પાડવી પડશે. તાજેતરમાં જ ગોડલ નાગરીક સહકારી બેંક પાસે મતદાર યાદી માંગેલ હતી તેના જવાબમાં બેંકે નિયમ વિરૂધ્ધના તમામ સભાસદોને પ્રોવીઝનલ મતદાર યાદીમાં સામેલ કરી દીધા હોવાનું યતિષભાઈ દેસાઈ દ્વારા જણાવ્યું હતુ.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More