રાજ્ય સરકારના શ્રેષ્ઠ પ્રચાર-પ્રસારના કાર્ય માટેમોરબી જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે જિલ્લા માહિતી કચેરીના કેમેરામેન ભરતભાઈ ફૂલતરિયાનું બહુમાન કરાયું

 

૦ :: ૦૦૦ :: ૦

મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જિલ્લા માહિતી કચેરી ખાતે સેવારૂઢ; અનેકવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડ્યા

 ૦ :: ૦૦૦ :: ૦

મોરબી તા.૧૫, ઓગસ્ટ

     

      મોરબી જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના હસ્તે જિલ્લા માહિતી કચેરીના કેમેરામેન ભરતભાઈ ફૂલતરિયાનું તેમની કારકિર્દીના મહત્વના વર્ષો મોરબી ખાતે પસાર કરી સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેકવિધ કાર્યકમો સફળાપૂર્વક પાર પાડવા માટે સન્માન કરવામાં આવ્યું હતું.

     

      મોરબીમાં યોજાયેલા ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓ, અધિકારી/કર્મચારી,નાગરિકો તથા સંસ્થાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જિલ્લા માહિતી કચેરી ખાતે કેમેરામેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. આગામી  એપ્રિલ ૨૦૨૫ માં તેઓ નિવૃત થઈ રહ્યા છે. આ વર્ષોમાં તેમણે રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના અનેક કવરેજ તેમણે સફળતા પૂર્વક કર્યા છે. સરકારના વિવિધ વિભાગોની શ્રેષ્ઠ કામગીરીને કચકડે કંડારી વિડિયો ફિલ્મ સ્વરૂપે પ્રસિદ્ધિ અપાવી છે. ત્યારે કલેક્ટરશ્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી તેમનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.