મોરબીમાં ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે ૭૫ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની તા.૧૬નાં ઉજવણી કરાશે

મોરબી તા.૧૫, ઓગસ્ટ

 

      મોરબીમાં આગામી ૧૬ ઓગસ્ટના રોજ સવારે ૯ કલાકે ૭૫ મો વન મહોત્સવ – ૨૦૨૪ની જિલ્લા કક્ષાની ઉજવણી અનુસંધાને પંચમુખી હનુમાનજી વેજીટેબલ રોડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

      વન સંપદાના સંરક્ષણ અને વન વિસ્તાર વધારવાના સહિત પર્યાવરણના જતન માટે દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર મોરબીમાં ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાના અધ્યક્ષસ્થાને ૭૫ માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

      આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારઘી, જિલ્લાના સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને ગોધરા સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષકશ્રી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં લાભ વિતરણ તથા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સહભાગી બનવા જિલ્લાવાસીઓને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More