સૌરાષ્ટ્રના જુનાગઢ જીલ્લા ગામ ગીર-ખાંભા વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા શ્રી ધનજીભાઈ મોરાના ધર્મપત્ની શ્રીમતી હર્ષાબેન ધનજીભાઈ મોરધ્રાએ પોતાના જન્મદિન નિમીતે દંપતિએ ધનજીભાઈ તથા હર્ષાબેને અંગદાનનો સંલ્પ તથા અનેક સેવાકીય પ્રવૃતીઓ કરીને જન્મદિનની ઉજવણી કરીને સમાજમાં એક અનુકરણીય પગલું ભર્યું હતું.
હર્ષાબેન મોરધ્રા છેલ્લા ૧૮ વર્ષથી રાજકોટની આરોગ્ય શાખામાં આશાવર્કર તરીકે પોતાની નિષ્ઠાપુર્વક ફરજ બજાવી જરૂરીયાત મંદ લોકોની સેવા કરી રહયાં છે. અંગદાન વિશે સમજ આપતા દંપતિએ જણાવ્યુ હતું કે, સેંકડો વ્યક્તિઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલી વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જીંદગી બચી શકે, નવપલ્લીત થઇ શકે તેવી માહિતી લોકોને આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રજાપતિ દંપતી ધનજીભાઈ મોરધ્રા તથા શ્રીમતી હર્ષાબેન ધનજીભાઈ મોરધ્રા એ પોતાના સંતાનો પુત્રી અમીષા તથા પુત્ર મોહીલમાં પણ સુસંસ્કારનું સિંચન કર્યું છે.
શ્રીમતી હર્ષાબેન ધનજીભાઈ મોરધ્રા નાં જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ પરીવારજનો, શુભેચ્છકો દ્રારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે.
મોહીલ મોરધ્રા
મો.૯૬૮૭૧ ૨૪૨૫૬