સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલ(જય મુરલીધર ફાર્મ) નાં જન્મદિન નિમીતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ મંદિરનું લોકાર્પણ

સામાજીક, સેવાકીય,ધાર્મિક, સામુહિક, શૈક્ષણીક, મેડીકલ, જીવદયા પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર પ્રકૃતિ અને જીવદયા પ્રેમી વિરાભાઈ હુંબલનાં ૪૨ માં જન્મદિવસે વીરાભાઇ હુંબલનાં બહોળાં મિત્રવર્તુળ તથા હુંબલ પરીવાર દ્વારા કટારીયા ચોકડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે જળ મંદિર (પાણી ની પરબ) નાં લોકાર્પણ નું આયોજન ગીરગંગા પરિવાર ટ્રસ્ટ નાં સહયોગથી  કરાયું છે. “ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમ” નાં નાતે તેમજ પોતાને ત્યાં આવતાં દરેક શુભ પ્રસંગની ઉજવણી સેવાકીય કાર્યક્રમોથી જ કરાય તેવો વિશિષ્ટ ચીલો સમાજમાં પાડવાનાં પવિત્ર મનસુબાથી પર્યાવરણ પ્રેમી, ગૌ ભકત વીરાભાઈ હુંબલ(જય મુરલીધર ફાર્મ) નાં બહોળાં મિત્રવર્તુળ તથા હુંબલ પરીવારે તેમનાં જન્મદિનને નિમીત બનાવી આ આયોજન કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખિયા દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં  રાજકોટ શહેરમાં ૧૧ થી વધુ ચેકડેમો તથા ૧૦૦ થી વધુ બોર રિચાર્જ થયા છે, જેનાથી રાજકોટ શહેરમાં હાલમાં ભૂગર્ભની જળસપાટી વરસાદી પાણી ના તળ ખુબજ ઉંચા આવશે જેનાથી લોકો ના આરોગ્ય માં સુધારો થાશે.સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ,ઊંડા અને ઊંચા કરવા તેમજ અમૃત સરોવર નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે તેમજ વર્ષો સુધી ખેડૂતોને ખુબ જ મોટો ફાયદો થવાથી પ્રકૃતિની રક્ષા થશે, તેથી સૃષ્ટી પરના પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થઇ રહી છે.

જળ સેવાયજ્ઞમાં જાહેર જીવનનાં વિવિધ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ તા.16 ઓગસ્ટ, સવારે 9:30 વાગ્યે કટારીયા ચોકડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે.

આ અંગેની વિશેષ માહિતી માટે મો.નં 9409692693 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

વીરાભાઈ હુંબલ(જય મુરલીધર ફાર્મ)ને શુભેચ્છા પાઠવવા માટે મો.નં.૯૮૭૯૫ ૯૫૬૨૪.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More