૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૧૫ જુલાઈ – રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા અનુસાર, રાજકોટ સીટી વિસ્તારના વામ્બે કવાર્ટર્સ નંબર – ૫૧, વોકળા- શનિવારી પાસે, કાલાવડ રોડ નજીક રહેતા ૩૫ વર્ષીય વિનયભાઈ મનહરભાઈ કાચા તા. ૯ જુલાઈ ૨૦૨૪ના રોજ પોતે રિક્ષા લઈને ઘરેથી એકલા કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયા હતા. તેઓએ શરીરે મધ્યમ બાંઘાના તેમજ સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલ હતુ. ત્યારે ઉપરોક્ત વિગતોને ધ્યાને લઇને ગુમ થનારની તપાસમાં કોઈ જાણકારી મળી આવે તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૮૧ ૨૫૬૩૩૪૦, અથવા ૬૩૫૯૬૨૭૪૧૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.