“હર હર મહાદેવ શિવ આરાધના” તેમજ ડાયરો તેમજ શહેરના મુખ્ય સર્કલને
લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આગામી જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં “હર હર મહાદેવ શિવ આરાધના” તેમજ ડાયરો યોજવામાં આવશે. આ લોક ડાયરામાં લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા દ્વારા આ કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવશે. આ કાર્યક્રમની રોનક વધારવા માટે શહેરના તમામ મુખ્ય સર્કલને લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.