૦૦૦૦૦૦
બ્યુરો, સુરેન્દ્રનગર:
જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૧/૦૮/૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ), લીંબડી ખાતે તાલુકા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાશે.૨૧ ઓગસ્ટે યોજાશે.
જેમાં ખાનગીક્ષેત્રનાં વિવિધ નોકરીદાતાઓ વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે ઉપસ્થિત રહેશે. આથી જિલ્લાના ધોરણ ૧૦ થી ૧૨ પાસ આઈટીઆઈ (ફીટર, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશ્યન, ટર્નર, મશિનિષ્ટ, વાયરમેન, ઈન્સ્ટ્રુ. મિકેનિક, એસ.આઈ., ડ્રેસ મેકિંગ, ફેશન ડિઝાઇન, કોસ્મેટોલોજી ટ્રેડ), કોઈપણ સ્નાતક, ડિપ્લોમા (ટેકનિકલ ટ્રેડ)ની લાયકાત ધરાવતાં ઉ. ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે. દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહિ.
રોજગારવાંચ્છુ ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં તમામ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલ તથા બાયોડેટા (ત્રણ થી ચાર નકલમાં) સાથે રાખી સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. તેમ રોજગાર અધિકારી(જનરલ) સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.