મોરબી જિલ્લા કક્ષા સ્ટોરી રાઈટીંગ અને ડેકલેમેશન સ્પર્ધા યોજાશે

આગામી ૨૨ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે ;

૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા યુવકો તથા યુવતીઓ ભાગ લઈ શકશે

00000

મોરબી તા. ૧૬, ઓગસ્ટ

રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સ્ટોરી રાઈટીંગ અને ડેકલેમેશન સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાના ફોર્મ તારીખ ૨૨ ઓગસ્ટ ૨૦૨૪ સુધી ભરી શકાશે.

આ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા યુવકો તથા યુવતીઓ ભાગ લઈ શકશે. જેમાં Innovation in science and Technology”ની થીમ રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, કઈ સ્પર્ધામાં ભાગ લેવાનો છે તે વગેરે જેવી તમામ વિગતો સાથે આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૨૨/૦૮/૨૦૨૪ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રુમ નં.૨૩૬/૨૫૭,૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી૨ ૩૬૩૬૪૨ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૧૮૪૪ ખાતે જમાં કરવાના રહેશે. તા.૨૨૦૮૨૦૨૪ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, મોરબી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More