ધારાસભ્ય કસવાલા દ્વારા 78 માં સ્વતંત્રતા દિવસની અલગ અલગ જગ્યાએ કરાઈ ઉજવણી.


સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ, વિજ્યાનગર, થોરડી સાથે “અટલધારા” કાર્યાલય ખાતે લહેરાયો તિરંગો

પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયાના માદરે વતન વિજ્યાનગર ખાતે ધ્વજ વંદન કરતા કસવાળા

દેશની આન બાન અને શાન સમો તિરંગો ઘર ઘર લહેરાઈ તો રાષ્ટ્રભાવના વધુ મજબૂત થશે – શ્રી કસવાલા

ભારત દેશ વિશ્વ સત્તા તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે દરેક ભારતીયોનું ગૌરવ તિરંગો છે – મહેશ કસવાળા

સાવરકુંડલા.

આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે ત્યારે 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સાવરકુંડલા ખાતે ઉત્સાહભેર કરવામાં આવી. સાવરકુંડલા લીલીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશ કસવાળાએ 15 મી ઓગષ્ટ ની 78 માં સ્વાતંત્રય પર્વની ઉજવણી સાવરકુંડલા લીલિયા મતવિસ્તાર માં કરી હતી જેમાં સાવરકુંડલાનું સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે, પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયાના માદરે વતન વિજયાનગર ખાતે અને થોરડી ગામ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશની આન બાન અને શાન સમા તિરંગો લહેરાવીને કરી હતી ભારત દેશ વિશ્વ સત્તા બનવા તરફની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કૂચ દરેક ભારતવાસીઓ માટે ગૌરવ પૂર્ણ ક્ષણ કહેવાય ને તે ગૌવર પૂર્ણ દિવસોની સમીપ લઈ જનારા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજી હંમેશા એક દેશ એક રાષ્ટ્ર સાથેની ભાવનાઓ અંકિત કરીને સમગ્ર ભારત દેશને એક તાંતણે બાંધીને વિકાસની નવી કેડી કંડારી છે ત્યારે 78 માં સ્વાતંત્ર્ય પર્વ પર ધારાસભ્ય મહેશ કસવાળાએ ગ્રામીણ ગામડાઓ સાથે વિદ્યાર્થી ભૂલકાઓ અને પોતાના સત્વ અટલધારા કાર્યાલય ખાતે તિરંગો લેહરાવ્યો હતો તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરા ની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Comment

Read More