૦૦૦૦૦
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો પ્રશ્નો તથા ફરિયાદો સ્થાાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી તરફથી ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ માસમાં તા.૨૮.૦૮.૨૦૨૪ ના રોજ ગ્રામ્ય કક્ષાનો તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે. તા.૨૯ ઓગસ્ટના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.
ઉલ્લેખનિય છે કે, આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૦ સુધીમાં ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે જે તે તાલુકા વિકાસ અધિકારીશ્રીને તેમજ તાલુકા કક્ષાના પ્રશ્નો તથા જિલ્લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા.૧૦ સુધીમાં swagat.gujarat.gov.in વેબ સાઈટ પર સાંજના ૧૮-૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.