એક પેડ માં કે નામ” અભિયાનને સાર્થક કરવા

વિવિધ જાતોના ૩૦૦૦થી વધુ વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લેતા શાપરવાસીઓ

ગ્રામજનો અને સામાજીક અગ્રણીશ્રીઓ સરકારી જમીન પર

આગામી ૧૫ દિવસમાં “ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ” પૂર્ણ કરશે

રાજકોટ તા. ૧૭ ઓગસ્ટ – દેશને હરિયાળો અને પર્યાવરણની દ્રષ્ટિએ સ્વચ્છ બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ માં કે નામ” અભિયાન શરુ કર્યું છે. આ અભિયાન જનભાગીદારીથી જ પૂર્ણ કરી શકાય છે. આથી, વડાપ્રધાનશ્રીએ દેશના દરેક નાગરિકને એક વૃક્ષ વાવે અને એ વૃક્ષનું જતન કરે તેવી અપીલ કરી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે સરકારી જમીન પર દબાણો દુર કરીને “ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ” શરૂ કરવામાં આવી છે.

        આ ડ્રાઈવ અન્વયે શાપરવાસીઓએ ૧૦૦ પ્રકારના જુદા-જુદા ૩૦૦૦થી વધુ વૃક્ષો આવનાર ૧૫ દિવસમાં વાવવાનો અને આ વૃક્ષોની સતત ત્રણ વર્ષ સુધી માવજત કરવાનો સંકલ્પ ગ્રહણ કર્યો છે. આ સંકલ્પને સાર્થક કરવા ગામના સરપંચશ્રી જયેશભાઈ કાકડીયા, સી.આઈ.એ. કંપનીના મેનેજરશ્રી, સદભાવના વૃધ્ધાશ્રમના પ્રતિનિધિશ્રીઓ, અગ્રણીશ્રી પોપટભાઈ, શ્રી ધર્મેશ ટીલાળા, કોટડાસાંગાણી મામલતદારશ્રી જી.બી.જાડેજા, સી.એચ.સી.ના મેડિકલ ઓફિસરશ્રી સહીત ગ્રામજનોએ યોગદાન આપ્યું હતું.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More