શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં તારીખ 17/8/24 નાં રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાની બહેનો દ્વારા ભાઈઓ તેમજ ગુરુજનો ને કુમકુમ તિલક કરી, રાખડી બાંધી ને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાની વિદ્યાર્થીની અબાણીયા જિગીષાબેન ઘનશ્યામભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા નાં ઇન્ચાર્જ આચાર્ય શ્રી રાજેશભાઈ એસ. રામાવત દ્વારા કરવામાં આવ્યું હતું. અંત માં આભારદર્શન શિક્ષક શ્રી ઉમેશભાઈ બી. લકાણી દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિક્ષક શ્રી દિલીપભાઈ પી. પટેલ તેમજ ક્લાર્ક શ્રી ધર્મેન્દ્રભાઈ એન. જોષી ઍ ભારે જહેમત ઉઠાવેલ.
શાળા નાં સ્ટાફ દ્વારા વિદ્યાર્થી ભાઇ બહેનો માટે નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી.