પરીક્ષાના રોજ પરીક્ષા કેન્દ્ર (સ્થળો)ની આજુબાજુમાં આવેલી તમામ ઝેરોક્ષ મશીનોની દુકાનો, સાયબર કાફે તથા પ્રિન્ટિંગ પ્રેસ બંધ રાખવા
*******
સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રીમતી શાંતાબેન જીવરાજભાઈ વરમોરા બી.બી.એ & બી.સી.એ મહિલા કોલેજ ખાતે આજથી તા.૨૩/૦૮/૨૦૨૪ સુધી UGC NETની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, આજથી તા.૨૩/૦૮/૨૦૨૪ સુધી પરીક્ષા કેન્દ્રની ૩૦૦ મીટરની આજુબાજુમાં સંચાલકો દ્વારા પરીક્ષા સમય દરમિયાન થતી ગેરરીતિઓ અટકાવવા માટે તમામ ઝેરોક્ષની દુકાનો, સાયબર કાફે તથા પ્રિન્ટિંગ પ્રેસ બંધ રાખવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રમાં સેલ્યુલર/ મોબાઈલ/ઇલેક્ટ્રોનિક ગેઝેટસ જેવા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા તથા ઉપયોગ કરવા અંગે એન.ટી.એ દિલ્હીની અદ્યતન સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. પરીક્ષા કેન્દ્ર (સ્થળો)ની આજુબાજુ ૪ કે તેથી વધુ વ્યક્તિઓએ ઊભા રહેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ અથવા મદદગારી કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.