પડધરી તાલુકાના ખોડાપીપર ડેમના વિસ્તારમાં લોકોને અવરજવર કરવા પર પ્રતિબંધ

રાજકોટ તા. ૨૦ ઓગસ્ટ – રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલ ખોડાપીપર જળાશયમાં ૮૦ % પાણી ભરાયેલ હોવાથી રૂલ લેવલ જાળવવા પાણી છોડવાની શક્યતા છે. આથી ડેમના હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર તેમજ થોરિયાળી ગામના લોકોને સાવચેતી રાખવા અને ડેમ વિસ્તાર તેમજ કાંઠા વિસ્તારમાં કોઈ અવરજવર ન કરવા રાજકોટ સિંચાઇ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.

Leave a Comment