તરણેતરનાં લોકમેળામાં તા.૦૬ થી ૦૮ સપ્ટેમ્બરના દરમ્યાન “૧૯મી ગ્રામીણ ઓલિમ્પિક”નું ભવ્ય આયોજન

૦૦૦૦૦૦

ત્રણ દિવસ સુધી યીજાનાર જુદીજુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તા. તા.૨૭/૦૮/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકાશે

૦૦૦૦૦

ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે

૦૦૦૦૦૦

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ નો વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, જિ-સુરેન્દ્રનગર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં તરણેતર, તા. થાનગઢ જી-સુરેન્દ્રનગર ખાતે લોકમેળામાં તા.૦૬/૦૯/૨૦૨૪ થી ૦૮/૦૯/૨૦૨૪ દરમ્યાન “૧૯મી ગ્રામીણ ઓલિમ્પિક”નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.

આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે એટલે કે તા. ૦૬/૦૯/૨૦૨૪ના રોજ ૧૬ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે ૧૦૦ મી.દોડ, ૨૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, લાંબીકુદની રમતો યોજાશે. જયારે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ટુંકીદોડ (૧૦૦ મી.), લાંબી દોડ (૪૦૦ મી.), લાંબી દોડ (૮૦૦ મી.), ગોળાફેંક, લાંબી દોડ, x ૧૦૦ મી.રીલે દોડ તેમજ ૧૨ વર્ષના બાળકો માટે લંગડી (૯ ખેલાડીઓ)ની સ્પર્ધા યોજાશે.

બીજા દિવસે એટલે કે તા. ૦૭/૦૯/૨૦૨૪ના રોજ ઓપન કેટેગરીના  ભાઈઓ તથા બહેનો માટે નારીયેળ ફેંક, માટલા દોડ હરીફાઇ (૫૦ મી.અંતર), વોલીબોલ (૧૦ ખેલાડીની ટીમ) વોલીબોલ (૧૦ ખેલાડીની ટીમ) કબડ્ડી (૧૦ ખેલાડીઓની ટીમ) કબડ્ડી (૧૦ ખેલાડીઓની ટીમ) માટે સ્પર્ધા યોજાશે. જયારે ભાઈઓ માટે સ્ટ્રોન્ગેસ્ટમેન ખાંડ ના લાડવા ખાવાની હરીફાઇ સાતોડી (નારગોલ)ની સ્પર્ધા યોજાશે.

ત્રીજા દિવસે એટલે કે તા. ૦૮/૦૯/૨૦૨૪ના રોજ ૧૬ વર્ષ સુધીના બહેનો માટે દોરડાકુદ (રોપ સ્કીંપીંગ) તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે  કુસ્તી (૪૫ થી ૫૫ ક્રિગ્રા,૫૫ થી ૬૮ ક્રિગ્રા અને ૬૮ ક્રિ.ગ્રા ઉપરના વજન માટે, રસ્સાખેંચ (૧૦ ખેલાડીની ટીમ)ની સ્પર્ધા યોજાશે.

નીચે મુજબ ની વિવિધ સ્પર્ધાનું આયોજન થનાર છે.

ગ્રામીણ ઓલિમ્પિકમાં ઉપરોક્ત વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે. જુદીજુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક ભાઇઓ, બહેનોએ એન્ટ્રીફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, મું.લીંબડી જી-સુરેન્દ્રનગર -૩૬૩૪૨૧ ખાતેથી મેળવી લેવાનાં રહેશે. મો.નં ૯૭૨૩૨૯૨૨૭૧ ઉપર વધુ વિગતો તથા ફોર્મ મેળવી શકાશે. ૧૨ અને ૧૬ વર્ષથી નાની વયના શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પોતાની શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવીને એન્ટ્રી ફોર્મ મોકલી આપવાનું રાખશો. તા.૨૭/૦૮/૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરીને સમયસર મોકલી આપવાનું રહેશે. તેમ વધુ યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.