સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી મંગુબેન ડાભીની નિમણૂક

૦૦૦૦૦૦

બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૨ ઓગસ્ટના રોજ સિંચાઈ, ઉત્પાદન અને સહકાર સમિતિની બેઠક જિલ્લા પંચાયત કચેરી, સિંચાઇ શાખા ખાતે મળી હતી. આ બેઠકમાં સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી મંગુબેન ડાભીની નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જશુભા સોલંકીદંડક શ્રી મોહનભાઈ ડોરીયા તથા અગ્રણી શ્રી જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું સંચાલન સિંચાઈ વિભાગના કાર્યપાલક શ્રી ડી.આર.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More