૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
લીલાપુર ક્લસ્ટરના બાળકોએ કર્યા કાન્હાના જન્મના વધામણા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૨૩ ઓગસ્ટ – જન્માષ્ટમીનું પર્વ આવી રહ્યું છે ત્યારે જસદણ તાલુકાના લીલાપુર ક્લસ્ટરની લીલાપુર કુમાર પ્રાથમિક શાળા ખાતે દિવ્યાંગ બાળકોને સંગ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
લીલાપુર ક્લસ્ટરમાં આઈ.ઈ.ડી. વિભાગના જિલ્લા કો.ઓર્ડીનેટર શિરીષભાઈ વઘાસિયા તેમજ બી.આર.સી કો.ઓર્ડીનેટર રવિદાનભાઈ બારહટના માર્ગદર્શન નીચે રિસોર્સ રૂમ લીલાપુર ખાતે દિવ્યાંગ બાળકોને સંગ જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૪નું આયોજન કરાયું હતું. જેમાં ક્લસ્ટરના દિવ્યાંગ બાળકો તેમજ તેમના વાલીઓ ઉપરાંત સી.આર.સી કો.ઓર્ડીનેટર અખિલભાઇ યાદવ, આશિષભાઈ ઇલાણી, લીલાપુર કુમાર શાળાના આચાર્ય મનિષાબેન રામાણી, પ્રિયંકાબેન ડોબરીયા તેમજ બ્લોકના સ્પેશિયલ એજ્યુકેટર સંદીપભાઈ મહેતાએ હાજર રહી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે દિવ્યાંગ બાળકોને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.