રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા “સદસ્યતા અભિયાન” અંતર્ગત કાર્યશાળા યોજાઈ : દવે, ઢોલરીયા, જાડેજા, હેરભા, માંકડિયા

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનઅંતર્ગત કાર્યશાળા યોજાઈ : દવે, ઢોલરીયા, જાડેજા,હેરભા, માંકડિયા

દેશના માન.યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીયભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનોશુભારંભ થયેલ છે. હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સદસ્યતાઅભિયાન કાર્યશાળા યોજાઇ હતી. જે અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવે, જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીશ્રી હરેશભાઈ હેરભા, શ્રી રવિભાઈ માંકડિયા, પ્રદેશ પ્રેસ-મીડિયા કન્વીનરશ્રી યજ્ઞેશભાઈ દવેની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા “શ્રી કમલમ” શહેર ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં સદસ્યતા અભિયાનનુંઆયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી માટે સદસ્યતા અભિયાન માત્ર જનસંપર્ક અભિયાન નથી, અભિયાનને વધુમાં વધુલોકોને પાર્ટીની વિચારધારામાં જોડાવવાનો છે. કારણીપાર્ટીએ ૨૦૧૪ અને ૨૦૧૯માં પ્રચંડ જીત હાંસલ કરી, તેનો તેનાદ્વારા ભાજપા આજે વિશ્વની સૌથી મોટી લોક્તાંત્રિક પાર્ટીબનવામાં સફળ રહી હતી.

 ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી સદસ્યતા અભિયાન વિષેમાર્ગદર્શન આપવા માટે પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી યજ્ઞેશભાઈ દવેએ ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, બેઠકમાં પ્રવક્તા તરીકે પ્રદેશના અગ્રણી પજ્ઞેશભાઈ દવેઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્યમાં કહયું હતું કે૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં ત્રીજી વખત જીત મેળવ્યા બાદ, ભાજપના પ્રથમ વિશાળ જનસંપર્ક અભિયાનમાં ૧૦ કરોડથી વધુસભ્યોને જોડવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે. રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ, વિકસિત ભારત ૨૦૪૭ સુધીમાંભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની યોજના સાથે દેશનાલોકોને જોડવા અને સંગઠિત કરવા પાર્ટીને સર્વવ્યાપી બનાવવારાષ્ટ્રીય સ્તરથી લઈને દરેક રાજય, શહેર, ગામ અને બૂથ સુધીપાર્ટીનો વ્યાપક વિસ્તાર કરવામાં આવશે. ભાજપાના સંવિધાનઅનુસાર નાગરિક ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈપણભાવતીય નાગરિક, જે ભાજપાની વિદ્યાનની ધારા અને નિષ્ઠાનેસ્વીકારે છે.

કાર્યશાળામાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જીલ્લા ભાજપની ટીમ, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અનેનગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનશ્રીઓ, જીલ્લાસ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, સદસ્યતાઅભિયાનના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ સહીતના અપેક્ષિત કાર્યકર્તા કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યશાળાનું સંચાલન જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી રવિભાઈમાંકડિયાએ કર્યું હતું. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયાનાઇન્ચાર્જ, સહઇન્ચાર્જની યાદીમાં જણાવે છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More