મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી* *રાજકોટ મહાનગરપાલિકાની સ્ટ્રોંમ વોટર સિસ્ટમનું બાળમરણ

 

 

 

*શહેરમાં ઠેર ઠેર ગોઠણભેર પાણી ભરાયા*
*ફાયર બ્રિગેડમાં ફલડ કંટ્રોલ અંગેની જાણકારી નો અભાવ*

*રેલનગર અંડર બ્રિજ, પોપટપરા નાલુ, કાલાવડ રોડ મહિલા કોલેજ અન્ડર બ્રિજ, એસ્ટ્રોન ચોક નાલુ બંધ*

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ શહેરમાં મેઘરાજાએ રાજકોટ મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે. સિઝનમાં આજે શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસતા શહેરના જુના રાજકોટ તો ઠીક પરંતુ કાલાવડ સહિતના વિસ્તારોમાં ગોઠણભેર પાણી ભરાયા હતા. રાજકોટ ફાયર બ્રિગેડ માં રેલ નગરમાં, ઋષિકેશ પાર્કમાં, અંડરબ્રીજ કાલાવડ રોડ, રેલનગર બ્રિજ તેમજ નાના માવા ચોક ખાતેના ફ્લડ કંટ્રોલરૂમમાં નાના મૌવા ચોકડી, રૈયા ટેલીફોન એક્સચેન્જ, ગેલેક્સી ટાઉનશીપ ના વિસ્તારમાં પાણી ભરાવાના ઘટનાની ફરિયાદો મળી છે.
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના અહેવાલો મળી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ આજે સવારે 8:30 થી વરસાદ શરૂ થતા રાજકોટ મહાનગરપાલિકાની વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોંમ વોટર સિસ્ટમનું બાળમરણ થયું છે અને વરસાદી પાણી ન ભરાય તે માટે દરેક વખતે મીટીંગો અને આયોજનો થતા હોય છે પરંતુ આ બધું પાણીમાં ગયું છે અને આજે ઠેર ઠેર પાણી ભરાયા હતા રેલનગર અંડર બ્રિજ, પોપટપરા નાલુ, એસ્ટ્રોન ચોક પાસે અમીન માર્ગ તરફ નો રેલવે લાઇન નીચે જે નાલુ છે તે તેમજ મહિલા કોલેજ પાસેનો અંડર બ્રિજ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા હતા તદ ઉપરાંત સોરઠીયાવાડી ચોક, માધાપર ચોકડી, કોઠારીયા ચોકડી, કોઠારીયા રિંગ રોડ સંતોષ પાર્ક 1 અને 2, ગીતામંદિર રોડ, નંદા હોલ, ટાગોર માર્ગ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણી માટેના શહેરના કુદરતી નિકાલ માટેની વ્યવસ્થા માટેના વોકળાઓ વેચી દેવામાં આવતા શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વોકળાઓ ઉપર આલીસન ઇમારતો ખડકી દેવાતા ઇમારતો પણ જાનહાની સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે તાજેતરમાં સર્વેશ્વર ચોક અને સદર બજારમાં આ પ્રકારની ઘટનાઓ બની છે જે રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મોજૂદ છે. શહેરના વોર્ડ નંબર ત્રણના રેલનગર બ્રિજ 365 દિવસ પાણી ભરાઇ રહે છે ત્યારે આજે વરસાદ ને પગલે અંડર બ્રિજમાંથી અવાર-જવર બંધ થઈ હતી એક બાજુ પોપટપરાના નાલામાં થી પણ અવરજવર બંધ એસ્ટ્રોન ચોક પાસે અમીન માર્ગ પર તરફ જતા રેલ્વે લાઈન નીચેનું નાલુ, મહિલા કોલેજ પાસેનો અંડર બ્રિજ સહિતના મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા તંત્ર વાહકોના પાપે આજે શહેરીજનોને હાલાકી વેઠવી પડી છે.
રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ નું તંત્ર ભ્રષ્ટ અધિકારીઓને પગલે દશેરાને દિવસે ઘોડુ દોડતું નથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિમાંથી આજરોજ ફાયર બ્રિગેડમાં ફ્લડ કંટ્રોલ અંગે ના નંબર ની માહિતી માંગતા મોબાઈલ નંબર 98980 48091 આપવામાં આવતા પરંતુ તે રોંગ નંબર હતો ત્યારબાદ 0281 2227407 આપતા તે અસ્તિત્વમાં જ હતો નહીં લશ્કર ક્યાં લડે છે તે ખુદ રાજકોટનું ફાયરબિગેડ તંત્ર પણ અજાણ હોય તેવો આભાસ થાય છે.
રાજકોટ મહાનગરપાલિકા જિલ્લા કલેકટર તંત્ર અને સરકારને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ માં રસ હોય તેવું જણાય છે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં તંત્ર વામણું પુરવાર થયું છે એટલું જ નહીં લોકમેળામાં પણ આજે ગોઠણભેર પાણી ભરાતા એસ ઓ પી નું ચુસ્તપણે પાલન કરાયું પરંતુ અગાઉ ગુજરાતમાં હવામાન ખાતાએ રાજકોટ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવા છતાં મેળામાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા વેપારીઓને ભારે નુકસાની વહેંચવી પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
વધારે વરસાદ પડતા આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા શહેરમાં ફરતાં હોય લોકોને જ્યાં જરૂર જણાય ત્યાં તંત્રવાહકોને જાણ કરી મદદરૂપ બનેલા હતા

અતુલ રાજાણી,
પ્રમુખશ્રી,
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ,

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More