૦ :: ૦૦૦ :: ૦
મોરબી, તા. ૨૮ ઓગસ્ટ
મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગો ધોવાયા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા મોરબીના વિવિધ માર્ગોનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે હાલ મોરબી પંચાસર મોટી વાવડી રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
મોરબી જિલ્લામાં રેડ એલર્ટ બાદ વરસાદે આંશિક વિરામ લીધો છે. રસ્તાઓ ઉપર પાણી ઓસરવા લાગ્યા છે, બંધ કરવામાં આવેલા અનેક માર્ગો ફરી પૂર્વવત થઈ રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે માર્ગો પર નુકસાન થયું છે વરસાદના પગલે માર્ગો ધોવાયા છે તે માર્ગો નું સમારકામ કરવાની કામગીરી હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ધોવાયેલા રસ્તાઓ તથા રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ વગેરેનું સમારકામ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી પંચાસર મોટી વાવડી રોડ પર માર્ગ ફરી યથાવત શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.