ગોંડલ રાજકોટ હાઇવે પર આવેલ રીબડા ચોકડી પાસે જગતાત હોટેલ ના સામેના ભાગે થી અકસ્માત બનેલ એક વૃદ્ધા નો મૃતદેહ અંતિમવિધિ કરવા માં આવેલ.

 

 

ગોંડલ તાલુકા ના ગોંડલ રાજકોટ હાઇવે પર આવેલ રીબડા ચોકડી પાસે જગતાત હોટેલ ના સામેના ભાગે થી અકસ્માત બનેલ એક વૃદ્ધા નો મૃતદેહ તથા ગોંડલ તાલુકા ના ગુંદાસરા થી અર્ડોય જતા રસ્તા પર આવેલ કોમ્પલેક્ષ પાસે થી એક આધેડ પુરુષ નો મૃતદેહ મળી આવેલ આ બંને ની આજ રોજ અંતિમવિધિ કરવા માં આવેલ.

ગોંડલ તાલુકા વિસ્તાર માં બે મૃતદેહો અંગે વિગતો વાત કરીએ તો ગત તારીખ 25-8-2024 ને રાત ના 1 વાગી ને 15 મિનિટ ની આસપાસ ના સમય માં તાલુકા પોલીસ સ્ટેશન ના જવાબદારો ને જાણ થતાં તેઓ તાત્કાલિક બનાવ સ્થળે પોંહચી ધોરણસર કાર્યવાહી કરેલ હતી તેમજ ગત તારીખ 28-8-2024 ના રોજ 6 ને 45 વાગે પોલીસ ને જાણ થયેલ કે ગુંદસરા ગામ થી અર્ડોય જતા રસ્તા પર કોમ્પલેક્ષ પાસે કોઈ આધેડ નું મૃતદેહ હોવાનું જાણવા માં આવેલ જેથી કરી આ બંને બનાવ માં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ના જીતેન્દ્રસિંહ વાળા તબાડતોડ આ બંને મૃતદેહો સરકારી હોસ્પિટલે લાવી અને પીએમ સહિત ની ધોરણસર કાર્યવાહી કરી આ બંને મૃતદેહો ને માનવ સેવા સમાજ ના પ્રફુલભાઈ રાજ્યગુરુ નો સંપર્ક કરી અને માનવ સેવા સમાજ હસ્તક ના ફ્રીજર માં રખવી અને આ બંને મૃતદેહો ના વાલી વારસા ઓ ની શોધખોળ આરંભી હતી પરંતુ આ બંને મૃતદેહો ના અંતે વાલી વારસો ન મળતાં તારીખ 30-8-2024 ના રોજ આ બંને મૃતદેહો ની હિન્દુધર્મ મુજબ અંતિમ વિધિ કરવા માટે પ્રફુલભાઈ રાજ્યગુરુ ને સોંપવા માં આવેલ હતી ત્યારે પ્રફુલભાઈ રાજ્યગુરુ એ આજરોજ તારીખ 31-8-2024 ને સમય બપોરે 3 ને 15 મિનિટ એ આ બંને મૃતદેહો ની અંતિમ વિધિ કરેલ હતી ત્યારે પ્રફુલભાઈ રાજ્યગુરુ ને ગોંડલ ના સેવાભાવી અને સામાજિક સેવા જયેશભાઈ વાળા તથા રમેશભાઈ રોજસરા આ બંને યુવાનો એ ઉપરોક્ત બંને મૃતદેહો ની અંતિમવિધિ કરવા માં માનવ સેવા સમાજ ના પ્રફુલભાઈ રાજ્યગુરુ ને મદદ રૂપ થયેલ હતા.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More