શ્રી રામપરા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસનની થઈ ઉજવણી
ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં 26 નવેમ્બર 2024 ના રોજ રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 26 નવેમ્બર 1949 ના રોજ રાષ્ટ્રીય બંધારણ સભાએ આપણા નૂતન ભારતીય બંધારણની સ્વીકૃતિ આપી હતી અને 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતીય બંધારણનો વિધિવત અમલ કરવામાં આવ્યો હતો. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 125 મી જન્મ જયંતી પ્રસંગે 26 નવેમ્બરને રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ. અને ત્યારથી સમગ્ર દેશમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સંદર્ભે શ્રી રામપરા પ્રાથમિક શાળામાં પણ બાળકોને ભારતીય સંવિધાન વિશે માહિતી આપી ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવેલ. તથા બાળકો દ્વારા નિબંધ સ્પર્ધા યોજવામાં આવેલ. શાળાના શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી
Author: ભાગવત ભૂમિ
Hi