તા.૦૪/૧૨/૨૦૨૩ના રોજ સવારના ૯:૩૦ કલાકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના વરદ હસ્તે જ્યારે બપોર બાદ ૩:૩૦ કલાકે ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહના વરદ હસ્તે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ કરવામાં આવ્યો.
આવતીકાલ તા.૦૬/૧૨/૨૦૨૩ના રોજ વોર્ડ નં.૯ માં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સવારે ૦૯:૩૦ કલાકે રાજ પેલેસ ચોક સામેનું ગ્રાઉન્ડ, રાજ પેલેસ એપા., નક્ષત્ર-૫ની બાજુમાં સાધુ વાસવાણી રોડ ખાતે તેમજ બપોરે ૦૩:૩૦ કલાકે મુંજકા પ્રાયમરી સ્કુલ શાળા નં.૧, મુંજકા ગામતળ શેરી નં.૯ના ખૂણે યોજાશે.
વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાનાં હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા એટલે છેવાડાના પ્રત્યેક માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડી તમને સશક્ત બનાવવાનો સંકલ્પ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૮/૧૧/૨૦૨૩થી તા.૧૫/૧૨/૨૦૨૩ સુધી દરેક વોર્ડમાં બે જુદા જુદા રૂટ પર સવાર અને બપોર બાદ આ યાત્રા દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.૦૪/૧૨/૨૦૨૩ના રોજ સવારના ૯:૩૦ કલાકે, વોર્ડ નં.૨ માં ગોરધનદાસ મજીઠીયા પ્રાથમિક શાળા નંબર-૬૦,અલકાપુરી ૨/૫ કોર્નર, છોટુનગર ખાતેથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના વરદ હસ્તે કરવામાં આવેલ. જ્યારે બપોર બાદ ૩:૩૦ કલાકે વોર્ડ નં.૨માં મહર્ષિ દધિચિ પ્રાથમિક શાળા નંબર-૫૯, બજરંગવાડી પાણીના ટાંકા પાછળ, પુનિતનગર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહના વરદ હસ્તે કરવામાં આવ્યો.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ હતા. આ વોર્ડમાં યોજાયેલા ઉપરોક્ત બંને “યોજનાકીય કેમ્પ”માં સરકારશ્રીની જનહિતની વિવિધ યોજનાઓનો કુલ ૧૯૮૧ લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. જેમાં , વોર્ડ નં.૨ માં ગોરધનદાસ મજીઠીયા પ્રાથમિક શાળા નંબર – ૬૦,અલકાપુરી ૨/૫ કોર્નર, છોટુનગર ખાતેના કેમ્પમાં ૬૫૬ લોકોને અને વોર્ડ નં.૨માં મહર્ષિ દધિચિ પ્રાથમિક શાળા નંબર-૫૯, બજરંગવાડી પાણીના ટાંકા પાછળ, પુનિતનગર ખાતેના કેમ્પમાં ૧૩૨૫ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો હતો.
વોર્ડ નં.૨ માં ગોરધનદાસ મજીઠીયા પ્રાથમિક શાળા નંબર – ૬૦, અલકાપુરી ૨/૫ કોર્નર, છોટુનગર
આ વોર્ડમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રૂટ વોર્ડ નં.૨ માં ગોરધનદાસ મજીઠીયા પ્રાથમિક શાળા નંબર – ૬૦,અલકાપુરી ૨/૫ કોર્નર, છોટુનગર વિસ્તારમાં નીકળી હતી. યોજનાકીય કેમ્પમાં કુલ ૯૬૦ થી વધુ લાભાર્થીઓ હાજર રહેલ હતાં. વિવિધ યોજના વાઈઝ જોઈએ તો, આધારકાર્ડ-૫૮, રાશન કાર્ડ-૩૪, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-૩૨, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના-૪૭, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના-૪, વૃધ્ધ નિરાધાર સહાય-૧૦, વિધવા સહાય યોજના-૧૬, આવકનો દાખલો-૭૦, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-૭૬, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિ યોજના-૬૪, હેલ્થ વેલનેસ કાર્ડ-૧૨૮, પી.એમ.સ્વનિધિ યોજના-૭૪, પી.એમ. ઇ-બસ સેવા-૨, પ્રધાનમંત્રી આવાસ યોજના-૬, આઈ.સી.ડી.એસ.-૧૮, વાજપાઈ બેંકેબલ યોજના-૧૦, દિવ્યાંગ-૭ એમ મળી આ કેમ્પમાં કુલ ૬૫૬ જેટલાં લાભાર્થીઓએ લાભ લીધેલા હતો.
વોર્ડ નં.૨માં મહર્ષિ દધિચિ પ્રાથમિક શાળા નંબર-૫૯, બજરંગવાડી પાણીના ટાંકા પાછળ, પુનિતનગર
આ વોર્ડમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રૂટ વોર્ડ નં.૨માં મહર્ષિ દધિચિ પ્રાથમિક શાળા નંબર-૫૯, બજરંગવાડી પાણીના ટાંકા પાછળ, પુનિતનગર વિસ્તારમાં નીકળી હતી. યોજનાકીય કેમ્પમાં કુલ ૧૪૭૫ થી વધુ લાભાર્થીઓ હાજર રહેલ હતાં. વિવિધ યોજના વાઈઝ લાભ લીધેલ લાભાર્થી જોઈએ તો, આધારકાર્ડ-૬૬, રાશન કાર્ડ-૧૭, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-૯, પ્રધાનમંત્રી ઉજાલા યોજના-૧૪, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના-૧૦, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના-૩, વૃધ્ધ નિરાધાર સહાય-૩, વિધવા સહાય યોજના-૯, આવકનો દાખલો-૬૪, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-૬૫, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિ યોજના-૬૮૨, હેલ્થ વેલનેસ કાર્ડ-૨૬૧, પી.એમ.સ્વનિધિ યોજના-૫૮, પી.એમ. ઇ-બસ સેવા-૨, પ્રધાનમંત્રી આવાસ યોજના-૧૫, આઈ.સી.ડી.એસ.-૧૭, વાજપાઈ બેંકેબલ યોજના-૧૦, દિવ્યાંગ-૮ તેમજ એસ.બી.આઈ. બેંક લગત સેવા-૧૨ એમ મળી આ કેમ્પમાં કુલ ૧૩૨૫ જેટલાં લાભાર્થીઓએ લાભ લીધેલા હતો.
આમ, વોર્ડ નં.૧૮માં યોજાયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અને “યોજનાકિય કેમ્પ”નો કુલ ૧૯૮૧ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધેલ હતો. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડૉ.દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી ડૉ.માધવભાઈ દવે, વોર્ડ નં. ૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા, પૂર્વ કોર્પોરેટરશ્રી લીલાબા જાડેજા, વોર્ડ નં.૨ના પ્રભારી કુલદિપસિંહ જાડેજા, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, કૌશિકભાઈ અઢીયા, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના ઇન્ચાર્જ વિજયભાઈ પાડલીયા, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના સહ-ઇન્ચાર્જ જે.પી.ધામેચા, નીતિન વાઘેલા, તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.