Search
Close this search box.

Follow Us

કિશાન મોરચા દ્વારા ગોંડલની એશિયાટીક કોલેજ ખાતે જિલ્લા કક્ષાની નમો કિશાન કબડ્ડી પ્રતિયોગિતા યોજાઈ

 

ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ગુજરાત પ્રદેશ આયોજિત નમો કિશાન પ્રતિયોગિતા – ૨૦૨૩ અંતર્ગત રાજકોટ જિલ્લા કિશાન મોરચા દ્વારા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા ગોંડલની એશિયાટીક કોલેજમાં યોજવામાં આવેલ જેમાં રાજકોટ જિલ્લાની પાંચેય વિધાનસભા ૭૧-રાજકોટ ગ્રામ્ય, ૭૨-જસદણ વીંછિયા, ૭૩-ગોંડલ, ૭૪-જેતપુર જામકંડોરણા અને ૭૫-ધોરાજી ઉપલેટાના કુલ ૧૭ મંડલ(તાલુકા) એટલે કે લોધિકા,કોટડા સાંગાણી, રાજકોટ ગ્રામ્ય, જસદણ શહેર, જસદણ ગ્રામ્ય, વીંછિયા, ગોંડલ શહેર, ગોંડલ ગ્રામ્ય, જેતપુર શહેર, જેતપુર ગ્રામ્ય, જામકંડોરણા, ઉપલેટા શહેર, ઉપલેટા ગ્રામ્ય, ધોરાજી શહેર, ધોરાજી ગ્રામ્ય, ભાયાવદર અને પડધરી એમ તમામ મંડલની કબડ્ડી ટીમના ૨૦૪ ખેલાડીઓ વચ્ચે વિધાનસભા દીઠ કુલ ૧૪ લીગ મેચો રમાડવામાં આવેલ આ લીગ મેચના અંતે દરેક વિધાનસભા દીઠ પાંચ ટીમો વચ્ચે સેમી ફાઇનલ યોજાયેલ જેમાથી સેમી ફાઇનલમાં વિજેતા બનેલ જસદણ શહેર અને જામ કંડોરણાની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ આ રોમાંચક મેચમાં જસદણ શહેરની ટીમ વિજેતા બની રાજકોટ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન ટીમ બનેલ. તથા જામ કંડોરણા મંડલની ટીમ રનરઅપ તરીકે દ્વિતય વિજેતા બનેલ અને ગોંડલ શહેરની ટીમ જિલ્લા કક્ષાની તૃતીય વિજેતા બનેલ. આ પ્રતિયોગિતામાં વિજેતા ટીમોને શિલ્ડ/ટ્રોફી અને પ્રમાણપત્રો અનાયત કરવામાં આવેલ. ઉપરોક્ત પ્રતિયોગિતા ભારતના દરેક પ્રદેશના દરેક જિલ્લાની દરેક વિધાનસભાઓમાં રમાઈ રહેલ છે જેથી રાજકોટ જિલ્લાની વિજેતા ટીમો માથી ઉકૃષ્ઠ ખેલાડીઓનું ચયન કરી રાજકોટ જિલ્લાની ટીમને ગુજરાત પ્રદેશ કક્ષાએ નજીકના ભવિષ્યમાં રમવા માટે મોકલવામાં આવનાર છે.

આ પ્રતિયોગિતામા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રવિણાબેન રામાણી, કિશાન મોરચા પ્રદેશ મહામંત્રી હિરેનભાઇ હિરપરા, રાજકોટ જિલ્લા કિશાન મોરચા પ્રમુખ વિનુભાઇ ઠૂમર, પ્રદેશ મંત્રી વિજયભાઈ કોરાટ,જિલ્લા ઉપપ્રમુખ પ્રફુલભાઇ ટોળીયા, પ્રભારી વનરાજસિંહ ડાભી, એશિયાટીક કેમ્પસના પ્રમુખ ગોપાલભાઈ ભુવા, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ખોડાભાઈ ખસિયા, ભરતભાઇ રાડદિયા, બટુકભાઇ ઠૂમર, કિશાન મોરચા જિલ્લા મહામંત્રી અનિરુદ્ધસિંહ ડાભી, વલ્લભભાઇ રામાણી, રાજુભાઇ સાવલિયા, અશ્વિનભાઈ ઠૂમર, મનહરભાઈ બાબરિયા, અમિતભાઈ પડારીયા, પિન્ટુભાઈ ચુડાસમા, કુલદીપસિંહ જાડેજા, રસિકભાઈ વિરડીયા, પુષ્પરાજસિંહ જાડેજા, સતિષભાઇ પાનસુરિયા સહિત કિશાન મોરચાના તમામ મંડલના પ્રમુખ, મહામંત્રી, જિલ્લા અને પ્રદેશ ભાજપની ટીમના આગેવાનો ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ દરમિયાન તમામ ખેલાડીઓને સર્ટિફિકેટ અને કિશનભાઈ ઠૂમર, કિશાન મોરચા ગોંડલના પ્રમુખ લાલજીભાઇ તળાવીયા અને કિશાન મોરચા જિલ્લા ઉપપ્રમુખ ગિરધરભાઈ વેકરીયા દ્વારા સ્મૃતિભેટ તરીકે ધડીયાળ આપવામાં આવેલ.

આ પ્રતિયોગિતામાં એશિયાટીક કેમ્પસ દ્વારા તમામ પ્રકારનો સહયોગ પૂરો પાડવામાં આવેલ તથા મેચરેફરી અને નીર્ણાયક તરીકે ગોપાલભાઈ ભુવાના માર્ગદર્શન મુજબ વાય.બી.પ્રજાપતિ, ગોસરા સાહેબ, ચેતન ગીયાડ, રઘુભા વાળા, ગોપીભાઈ, જાડેજા સાહેબ અને ઋષિભાઇ દવેએ સેવાઓ પૂરી પાડેલ. કબડ્ડી રમતના આ કાર્યક્રમથી ખેલાડીઓમા સંઘભાવના ઊભી થાય તે પ્રકારનો સંદેશ રાજકોટ જિલ્લાની યુવા પેઢીને મળેલ. પ્રતિયોગિતાના અંતે કિશાન મોરચા જિલ્લા પ્રમુખ વિનુભાઇ ઠૂમરએ તમામ વિજેતા ખેલાડીઓને પ્રદેશકક્ષાએ જીતી રાજકોટ જિલ્લાનું નામ રોશન કરવા શુભકામનાઓ આપેલ.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More