રાજ્ય સરકાર ના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદરમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રી બોખીરા પે-સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં ચિત્રકામમાં પ્રથમ ક્રમાંકે વારા હની, લોકનૃત્યમાં ટીમ પ્રથમ ક્રમાંકે , રાસમાં ટીમ દ્વિતીય , ગરબામાં ટીમ દ્વિતીય ક્રમાંકે, સમૂહ ગીતમાં ટીમ પ્રથમ ક્રમાંકે, તબલામાં પ્રથમ ક્રમાંકે અરમાન સોલંકી અને તૃતીય ક્રમાંકે સોલંકી તનવીર , હાર્મોનિયમ પ્રથમ ક્રમાંકે ઠાકર ભક્તિ, લગ્નગીતમાં પ્રથમ ક્રમાંકે બોખીરિયા નેહલ અને દ્વિતીય ક્રમાંકે થાનકી મનસ્વી , ભજનમાં પ્રથમ ક્રમાંકે કલ્યાણી શિવ અને દ્વિતીય ક્રમાંકે ઠાકર કાવ્યાએ નંબર મેળવ્યા હતા . શાળાના મોટી સંખ્યામાં વિધાર્થીએ નંબર મેળવતા હાજર રહેલા કલાના ઉપાસકોએ શાળાના બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ભવિષ્યમાં કલાના ક્ષેત્રમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ બોખીરા વિસ્તારના અગ્રણીઓ અને વાલીઑએ શાળાની સિદ્ધિને બિરદાવી હતી. તેમજ શાળાના તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા
Author: ભાગવત ભૂમિ
Hi