16મી ડિસેમ્બર થી એક મહિના માટે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે

ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ટ્રેન 16મી ડિસેમ્બરથી એક મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે.

તદનુસાર, 16 ડિસેમ્બર, 2023 થી 15 જાન્યુઆરી, 2024 સુધી, ટ્રેન નંબર 20965 / 20966 ભાવનગર – સાબરમતી – ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ટ્રેનનું આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More