કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન, કોડીનાર સાથે જોડાયેલા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કંટાળા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી રામભાઈ રાણાભાઈ રામને જિલ્લા મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ,૨૦૨૩ થી સન્માન કરવામાં આવ્યું. એ આપડા સૌના માટે ગૌરવની બાબત છે. તા.૬ થી ૮ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ નવી દિલ્હી ખાતે કૃષિ જાગરણ દ્વારા આયોજિત મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ સેરેમનીમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતની પસંદગી થતા અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન, અબુંજાનગરના વડા શ્રી દલસુખ વઘાસિયા સાહેબ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારના વડા શ્રી જિતેન્દ્રસિંહ સાહેબ અને શ્રી રમેશ રાઠોડ, નિષ્ણાંત પાક સંરક્ષણ, કેવિકે તથા સમગ્ર એસીએફ અને કેવિકે સ્ટાફે તેમની આ સિદ્ધિ બદલ અને કેવિકેનું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી.