ઈંડુ પોષણનાં નામે મીંડું. ઈંડુ કોઈ પણ રીતે શાકાહારી નથી

Ø ભારતીય ધર્મ તથા સંસ્કૃતિ ઈંડાનાં આહારની તરફેણ કરતી નથી. અથર્વ વેદ(૮-૬-૧૨)માં સ્પષ્ટ જણાવ્યું છે કે ‘ઈંડા અને માંસ ખાનારા દુષ્ટોનો હું વિનાશ કરું છું ”

Ø ધાણા તથા ઈંડાની સરખામણી કરીને બંનેમાંથી કઈ વસ્તુ શ્રેષ્ઠ છે તે નકકી કરીએ. ૧૦૦ ગ્રામ વજનનાં બે ઈંડામાં ૧૩.૩ ગ્રામ પ્રોટિન, ૧૩.૩ ગ્રામ ચરબી, ૧.૦૦ ગ્રામ ખનિજ તત્વ, ૦.૦૬, ગ્રામ કેલ્શિયમ, શૂન્ય કાર્બોહાઈડ્રેટ, ૦.૨૨ ફોસ્ફરસ, ૨.૧ ગ્રામ લોહતત્વ હોય છે અને તેમાથી અને તેમાંથી ૧૩.૭ કેલેરી મળે છે. જયારે ૧૦૦ ગ્રામ ધાણામાં ૧૪.૧ ગ્રામ ધાણામાં ૧૪.૧ ગ્રામ પ્રોટિન, ૧૬.૧ ગ્રામ ચરબી, ૪.૪ ગ્રામ ખનિજ તત્વ, ૦.૬૩ ગ્રામ કેલ્શિયમ, ૨૧.૬ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૦.૩૭ ગ્રામ ફોસ્ફરસ, ૧૭.૯ ગ્રામ લોહતત્વ હોય છે અને તેમાંથી ૨૮૮ કેલરી પ્રાપ્ત થાય છે.

Ø ઈંડા ખાવાથી મોટા આંતરડામાં કેન્સર થઈ શકે છે. યાદ રહે, ઈડામાં પાચક રેસાઓ નથી આ સ્વાસ્થ્યને હાનિકારક નિવડી શકે છે.

Ø મુંબઈ સ્થિત હાફકીન ઈન્સ્ટિટયુટનાં નિષ્કર્ષ અનુસાર આહારનાં સ્વરૂપમાં ઈંડા હાનિકારક છે. તે શરીરમાં હાઈપર એસિડિટી ઉભી કરે છે.

Ø ઈંડા ખાવાથી ગાંઠિયો-વા (રૂમોટાડ), ગાઉટ (ઢિંચણમાં પાણી જામવું) જેવી વાતજન્ય બિમારીઓ થાય છે.ખાસ કરીને વૃધ્ધાવસ્થામાં આ બિમારીઓ ખતરનાક અને કષ્ટદાયક નિવડે છે.

સુપ્રસિધ્ધ અમેરીકન વૈજ્ઞાનિક ફિલિપ જે. સ્કેમ્બલના મતે કોઈ ઈંડા નિર્જીવ નથી. મિશિગન યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ તો સોઈ ઝાટકીને પુરવાર કરી દીધું છે કે દુનિયામાં કોઈપણ ઈડું સેવાયેલું કે નહી સેવાયેલું, નિર્જીવ હોતું નથી.

Ø ઈંડાની મેથી સાથે સરખામણી કરતાં જણાય છે કે ઈડામાં ૧૩.૩ જયારે મેથીમાં ૨૬.૨ ગ્રામ પ્રોટીન હોય છે. (વજન ૧૦૦ ગ્રામ) સમાન વજનના ઈડામાંથી ૧૭૩ કેલેરી મળે, જયારે મેથી માંથી ૩૩૩ કેલેરી પ્રાપ્ત થાય છે. વધુમાં વધુ મેથી કોલેસ્ટ્રોલની સફાઈ કરે છે, જયારે ઈડા કોલેસ્ટ્રોલનો સમૃધ્ધ સ્ત્રોત છે.

Ø ઈંડા, માંસ ઈત્યાદિ ચીજોમાં રહેલા પ્રોટીનને મનુષ્યનું શરીર પચાવી શકતું નથી.

Ø ઈંડા ખાવાથી શરીરમાં લોહીના ભ્રમણની ગતિ મંદ થાય છે અને હૃદયની સ્વાભાવિક ગતિમાં અવરોધ ઉભો થાય છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More