આજ તારીખ ૧૫/૧૨/૨ ૦૨૩ ના રોજ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક – ૨ ભુજ માં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ના ૬૦ માં સ્થાપના દિવસ તથા દાદા દાદી દિવસ ની ઉજવણી ધૂમધામ થી કરવા માં આવી.
દર વર્ષે ૧૫ મી ડિસેમ્બરે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. અમારી સંસ્થાનો ભવ્ય ભૂતકાળ, ખૂબ જ ગતિશીલ અને ગતિશીલ વર્તમાન અને આશાસ્પદ ભવિષ્ય છે.
સમાજની ૬૦ વર્ષની સેવાની આ ભવ્ય સફર દરમિયાન,સંગઠને શાળા શિક્ષણના ક્ષેત્રમાં હંમેશા નવા માપદંડો સ્થાપિત કર્યા છે અને એક ગતિ નિર્ધારિત સંસ્થા તરીકેની ભૂમિકામાં સારું પ્રદર્શન કર્યું છે. ત્યારે આ દિવસ ને યાદગાર બનાવવા માટે આ કાર્યક્રમ ની શુભ શરૂઆત આજ ના મુખ્ય અતિથિ લેફ્ટેનેન્ટ કર્નલ શ્રી હેમવન્ત ગૌર દ્વારા દ્વીપ પ્રજ્વાલન થી કરવામાં આવી.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક વિભાગ ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજુ કરી દાદા દાદી નું મહત્વ પ્રસ્તુત કરવામાં આવ્યું.આજ ના સમયને ધ્યાન માં રાખી દાદા દાદી તથા તેમના પૌત્ર પૌત્રી વચ્ચેનો સ્નેહ ભર્યા સંબંધ ને રજુ કરતી ઉજવણી કરવામાં આવી.લગભગ ૧૫૦ દાદા દાદી એ આ કાર્યક્રમ માં ઉત્સાહ ભેર ભાગ લીધો.તેમના માટે વિવિધ રમતો નું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં વિજેતાઓને કાર્યક્રમ ના અંતે મુખ્ય અતિથિ દ્વારા પુરસ્ક્રિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ્ય બાળકો ને શિક્ષણ સાથે સંસ્કારો નો સમન્વય કરવાનો છે.મુખ્ય અતિથિ દ્વારા સંગઠન ના સફળતા પૂર્વક ૬૦ વર્ષ પૂર્ણ કરવા તથા દાદી દિવસ ની ઉજવણી કરવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા.
આચાર્ય શ્રી ના જીતેન્દ્ર સિંહ રાવત ના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક – ૨ ભુજ માં આ પ્રકાર ના વિવિધ કાર્યક્રમોનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ
Author: ભાગવત ભૂમિ
Hi