Search
Close this search box.

Follow Us

ગુજરાતના તમામ જાહેર સ્થળોએ તેમજ સરકારી કચેરીઓઊંચી ઈમારતો તથામોબાઈલ ટાવર ઉપર સી.સી.ટી. કેમેરા લગાવવા ટિમ ગબ્બરની માંગ

 

*વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કાંતિ એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારામુખ્યમંત્રીશ્રી,
તમામજિલ્લાકલેકટરશ્રી,
ગૃહ મંત્રીશ્રી, રાજ્યપાલ મહોદયશ્રી,કાયદામંત્રીશ્રી,મ્યુનિસિપલકમિશનરશ્રી તમામ, તમામ ચીફ ઓફિસરશ્રી
મામલતદારશ્રીઓ વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,હાલ ગુજરાતમાં ગુના ખોરીના રેટમાં દિનપ્રતિદિન વધારો થઈ રહેલ છે અનેક સિટી એરિયામાં મોબાઈલ ચોરી,લૂંટ,બળાત્કાર,અપહરણ તથા અન્ય ગુનાઓ પોલીસ ડિટેકટ કરી શકતી નથી કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ગુના ડિટેકટ કરવા હોશિયાર હોવા છતાં પૂરતી સગવડતાના અભાવે ગુનાના મૂળ સુધી પહોંચી શકે તો પણ આવા ગુના પુરવાર થતા નથી અને ગુનેગારો પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જતા હોય અને ફરિયાદ પક્ષ ખરેખર ન્યાય મેળવવા ઇચ્છતા હોવા છતાં ન્યાયથી વંચિત રહી જતા હોય છે ત્યારે આધુનિક રીતે જો સેટેલાઈટની મદદથી કોઇપણ વસ્તુ જોઈ શકાતી હોય ત્યારે શહેર,તાલુકા,રોડ અને જે પબ્લિક પેલેસની દરેક જગ્યા પર આધુનિક યુગમાં સી.સી.ટીવી કેમરા હોય તો ગુનેગારોને પકડવામાં અને ગુનો સાબિત કરવામાં ખૂબ જ સરળતા ઉભી થાય તેમ છે અને હાલમાં વડોદરા ખાતે બનેલી ઘટના બાદ વધુ સાવચેતી ની જરૂર છે જેથી કેમેરા હોય તો ગુના ઉકેલવામાં સરળતા રહે અને તપાસ કરનાર એજન્સીએ માત્ર સી.સી.ટીવી કુટેજની નકલો મેળવી કોર્ટમાં રજૂ કરે તો ગુનેગારની હાજરી ગુનાવાળી જગ્યાએ મળી શકે અને કેસ પુરવાર કરવામાં પણ સરળતા રહે તેમજ પોલીસના સ્ટાફની પણ ઓછી જરૃરિયાત ઉભી થાય.દરેક પોલીસ સ્ટેશનમાં વાયરલેસ સેટ ઉપલબ્ધ હોય છે દરેક જગ્યાએ મોબાઈલ ટાવર ઉભા હોય છે તથા મોટા શહેરોમાં તો હાઇમાસ ટાવરની પણ સુવિધાઓ હોય છે ત્યારે સ્થાનિક પંચાયતોમાં પણ આવા ટાવર ઉપર જો સરકાર દ્વારા સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવે તો ગુજરાતમાં ખરેખર ગુન્હાખોરીનુ પ્રમાણ ઘટાડી શકાય અને ગુનેગારો પણ ગુન્હો કરતા પહેલા વિચારે કે પકડાઈ જઈશું તો કેમેરાને આધારે કોર્ટ સજા કરી શકે ઉપરાંત આર્થિક ગુનાઓ એ.સી.બી.ના ગુનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે તેમ છે તેથી ગુજરાતના તમામ જાહેર સ્થળો ઉપર તથા જ્યાં જ્યાં મોબાઈલ ટાવર હાઇમાસ ટાવર આવેલ તેવી તમામ જાહેર જગ્યાઓ ઉપર સી.સી.ટીવી કેમેરા લગાવવા તથા તેનું ચોવીસ કલાક રેકોર્ડિંગ થાય તેવી વ્યવસ્થા કરવા અમો ટિમ ગબ્બરની રજુઆત છે.અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગોમાં પહોંચાડી કરેલ કાર્યવાહીનો લેખીત જવાબ નાગરિક અધિકારપત્ર અન્વયે અમારા ટિમ ગબ્બરના સરનામે મોકલવા અમારી માંગણી અને રજૂઆત કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More