વિસાવદરતા.ગુજરાતના અમરેલી જિલ્લાનાના નાની કુકાવાવ ગામના ખેડુતને ખોટી નોટિસ આપનાર અધિકારી સામે કાર્યવાહી કરવા અને ખેડૂતોને ભવિષ્યમાં હેરાન પરેશાન ન કરે તે માટે આદેશ આપવા અને નોટિસ આપનાર જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવા માટે ટિમ ગબ્બર ગુજરાત નામનીસંસ્થાના સ્થાપકકે.એચ.ગજેરા, તથા ધવલભાઈ કોટડીયા દ્વારારાજ્યપાલશ્રી,ઉર્જા મંત્રીશ્રી,ચીફ ઇજનેરશ્રી,
પી.જી.વી.સી.એલ,
ચીફ ઇજનેરશ્રી જેટકો,
મુખ્ય મંત્રી,સચિવશ્રી વીજ કંપની,ગાંધીનગર વિગેરેને રજુઆત કરી જણાવેલ હતું કે,અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ગામના ખેડૂત પરિવારના એક વ્યક્તિ હરેશ ભાઈ પોપટ ભાઈ સોરઠિયા જેનો ગ્રાહક નંબર.83609009934 છે તેઓને પી.જી.વી. સી.એલ.કંપનીના એક અધીકારી દ્વારા વડીયા કોર્ટમાં તા.૯/૧૨/૨૩ની લોક અદાલતમાં હાજર રહેવાની નોટિસ મળેલી હતી અને નોટિસમાં જણાવેલ વિગતે વિજકપનીની લેણી રકમમાં માત્ર રૂપિયા ૧(એક) જેવી મામૂલી રકમ ભરવા માટે વીજ કંપની તરફથી પ્રિલિટીગેસનનો કેસ તૈયાર કરી વીજ કંપનીને રૂપિયા ૫ની ટિકિટ ખર્ચ કરાવી ખેડૂતને હેરાન કરવામાં આવેલ વીજ કંપનીમાં જ્યાં સુધી આવા કર્મચારીઓ, અધિકારીઓ હશે ત્યાં સુધી કાયમી ખોટ જ રહેશે ઉપરાંત નજીવી રકમ ભરવા માટે વકીલો રોકી તગડી ફી ચૂકવવામાં આવતી હોય તથા નાની રકમ વસુલ મેળવવા માટે મોટો ખર્ચ કરવામાં આવતો હોય અને અનેક નગરપાલિકા ના લાખો રૃપિયા લેણી નીકળતી રકમ વસૂલ કરવામાં આવતી નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને લાખના બાર હજાર કરનાર આવા PGVCLના અધિકારી સામે તપાસ કરી પગલાં ભરવા અમારી ટિમ ગબ્બરની રજુઆત છે આવા સરકારને નુકશાન કરનાર અને નગરપાલિકાના લેણા વસૂલ કરવા માટે આંખ આડા કાન કરવામાં આવે છે જેથી આવા અધિકારીઓ દ્વારા ખેડૂતોને માનસિક ત્રાસ આપતા, ખોટા કાયદાનો દુરુપયોગ કરીને ખેડૂતોને હેરાન પરેશાન કરતા અધિકારીઓ સામે પગલાં લેવા અને નોટિસ આપવા આદેશ આપનાર આવા અધિકારીની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવે અને કાયદાકીય રીતે તપાસ સોંપી,ખાતાકીય પગલાં ભરવા અને તેઓની સેવા પોથીમાં નોંધ કરવા આદેશ આપવામાં આવે તેવી ટીમ ગબ્બર ગુજરાતની રજુવાત છે જે ધ્યાને લઈ રજુઆત લાગુ પડતા વિભાગોમાં પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરી/કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકારપત્ર અન્વયે ટિમ ગબ્બરના સરનામે મોકલી આપવા અરજ કરેલ હતી જે રજુઆત નો પડઘો સમગ્ર ગુજરાતમાં પડેલ હતો અને ત્યારબાદ કંપની એક્શન મોડમાં આવેલ હતી અને તાબડતોબ અધિકારી ત્થા કર્મચારી ની બદલી કરવામાં આવેલ હતી ત્યારે તમામ સરકારી અધિકારીઓ માટે પણ એક લાલબતી સમાન કિસ્સો બની ગયો છે કે ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો ટિમ ગબ્બર ગમે ત્યારે લડાઈ કરતા અચકાશે નહિ તેમ ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા ધવલભાઈ કોટડીયાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.(ફોટા સાથે)
Author: ભાગવત ભૂમિ
Hi