ધ્રાંગધ્રા ભગવતધામ ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા દ્વારા વિજ્ઞાન – ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃતિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે

સ્વનિર્ભર શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવી વ્યવસ્થા

પ્રદર્શનમાં 125 થી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓએ 235 થી વધુ કૃતિઓ રજૂ કરી

સોલાર, પર્યાવરણ,સ્વચ્છતા અભિયાન,આરોગ્ય ઉપર કૃતિઓ રજુ કરવામાં આવી

40 જેટલા ગ્રામ્ય વિસ્તારના અંદાજીત વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ મુલાકાત લીધી

આજની એકવીસમી સદી ટેકનોલોજીની છે ત્યારે આજના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનું વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે. આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃતિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તેઓ નવીન ટેકનોલોજી વિશે અવનવા સંશોધનો તરફ પ્રેરાય છે.

આજનો સમય ટેકનોલોજીનો સમય છે. આ ટેકનોલોજીના માધ્યમથી દુનિયાની કોઈપણ ઘટનાની માહિતી ઝડપથી મળી જાય છે. આવા સમયે બા ળકોને વિજ્ઞાનની અવનવી શોધો તરફ લઈ જવા આવા પ્રદર્શનો ખૂબ મહત્વના થતા હોય છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર બાળકોને અભિનંદન પાઠવીને આગામી દિવસોમાં જિલ્લાનું નામ રોશન કરવા શુભેચ્છા પણ પાઠવી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવો એ જણાવ્યું હતું કે, આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ છે. આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે છે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવા તે પ્રયત્નશીલ બને છે. આ પ્રદર્શનમાં કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓને બિરદાવી હતી. આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળ અને ભગવતધામ ગુરુકુળના સ્વામી દ્વારા બળકો ને પ્રોત્સાહન કરવામાં આવ્યા અને સાથે શિલ્ડ વિતરણ સાથે પુર્ણાવ્રુતી કરવામાં આવ્યું

૧ ) ઠક્કર હર્ષ

૨) કુલદીપ વિદ્યાર્થી

૩) નિશા વિદ્યાર્થીની

બ્યુરો ચીફ: રવિરાજ સિંહ પરમાર…
ધાંગધ્રા

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.