વિસાવદર સહિત ત્રણ તાલુકાને લાગુ કોડીનાર -બગસરારૂટનીએસ.ટી. બસ ફરી ચાલુ કરો:ટિમ ગબ્બરની લોકઉપયોગી માંગ

 

*વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા તથા નયનભાઈ જોશી દ્વારા વાહન વ્યવહાર મંત્રી, મુખ્યમંત્રી,ટ્રાફિકકન્ટ્રોલર,જુનાગઢ,ડેપોમેનેજર,કોડીનારકલેક્ટર.ગીર સોમનાથ વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, કોડીનાર-બગસરા રૂટની એસ.ટી.બસ કોડીનારથી રોજ બપોરના ૨-૩૦ કલાકે ઉપડી સાંજના ૭થી ૭-૩૦ આસપાસ બગસરા પહોંચતી હતી આ બસ છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવેલ છે આ બસ કોડીનાર ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે આ બસ કોડીનાર બગસરા છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરવામાં આવી છે કોડીનાર ડેપોમાં સ્ટાફની ઘટ હોવાનું કારણ આગળ ધરી બસ બંધ કરી દેવામાં આવેલ છે અને આ બસ કયારે ચાલુ થાય તે નક્કી નથી કોડીનાર ડેપોની આ બસ (૫) તાલુકાને જોડતી બસ છે કોડીનાર,તાલાલા, મેંદરડા,વિસાવદર, બગસરા પાંચતાલુકાના પેસેન્જરો આ બસમાં મુસાફરી કરે છે તો આ બસ વહેલાંમાં વહેલી તકે ચાલુ કરાવીઆપવા નમ્ર વિનંતી છે કોડીનાર થી પાંચ તાલુકાને જોડતી એક જ બસ હતી અને આ બસની કન્ડિશન પણ ખૂબ ભંગાર હાલતમાં હતી તો આ બસને રેગ્યુલર ચલાવવામાં આવેતેમજ આવક તેમજ જાવક માટે એક જ બસનો ઉપયોગ થાય છે તે બસ લોકોને ખુબજ ઉપયોગી છે અને તેને નિયમિત રીતે સમયસર ચલાવવા તથા નવી એસ.ટી.બસ ફાળવવા લોકોની તથા ટિમ ગબ્બરની જે માંગણી છે તે વ્યાજબીકારણની હોય તાત્કાલિક આ સમયે એસ.ટી.બસને ચાલુ કરી આપવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે.અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગમાં પહોંચાડી કાર્યવાહી કરી/ કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જ્વાબ નાગરિક અધિકારપત્ર અન્વયે અમારા ટિમ ગબ્બરના સરનામે મોકલી આપવા અરજ સહ વિનંતી કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.(ફોટા સાથે)*

Leave a Comment

Read More