# રાજકોટ શહેરના ગ્રામ દેવતા શ્રી રામનાથ મહાદેવજી મંદિરના દ્વારનું મહેશભાઈ કે. રાજપુત પરિવાર દ્વારા નિર્માણ કરાયું.
રાજકોટ તા.૨૯/૧૦/૨૦૨૪ મંગળવાર, ધનતેરસના પાવન દિવસે રાજકોટ શહેરના આરાધ્ય એવા ગ્રામ દેવતા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવજી ના મંદિરના દ્વારનું મહેશભાઈ કે. રાજપુત પરિવાર દ્વારા નવનિર્માણ કરવામાં આવેલ છે જેનું “શ્રી રામનાથ દ્વાર” નામકરણ કરવામાં આવેલ છે રાજપુત પરિવાર દ્વારા સ્વ. રાજુબા કલ્યાણજીભાઈ રાજપુતના સ્મરણાર્થે શ્રી મહેશભાઈ કે. રાજપુતના સૌજન્યથી આ દ્વાર નિર્માણ કરવામાં આવેલ છે.
રાજપુત પરિવાર દ્વારા “શ્રી રામનાથ દ્વાર” લોકાર્પણ કાગદડી આશ્રમ મહંત શ્રી રઘુવીરદાસ બાપુ, રામકૃષ્ણ આશ્રમના મહંત શ્રી ચંદ્રમોહન સ્વામી તથા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય સંયોજક દીયાબા રાજપુત, અને શ્રી મહેશભાઈ કે. રાજપુતના વરદ હસ્તે “શ્રી રામનાથ દ્વાર”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ, અશોકભાઈ ડોડીયા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઈ મકવાણા, રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગ ચેરમેન હાર્દિપસિંહ પરમાર, પ્રદેશ સેવાદળ અગ્રણી ગોવિંદભાઈ સભાયા, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, રાજકોટ મહાનગરપાલિકાપૂર્વ વિરોધપક્ષના નેતા પ્રવીણભાઈ રાઠોડ, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ કોર્પોરેટર અજયભાઈ પરમાર, રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી સહદેવભાઈ ડોડીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પૂર્વ સીન્ડીકેટ મેમ્બર મહેશભાઈ ચૌહાણ (હરિવંદના કોલેજ), રાજપુત કાઉન્સિલ ટ્રસ્ટી ધીરુભાઈ ડોડીયા,વિશ્વ હિન્દુ પરિષદ પરિવારનાં કૃણાલભાઈ વ્યાસ, જગદીશભાઈ અગ્રાવત, રવિન્દ્રભાઈ બડભુજર, ભાવેશભાઈ પટેલ, દિલીપભાઈ દવે, રાજુભાઈ ઉમરાણીયા, પાટીલભાઈ તથા વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટના પરિવાર સભ્યો, રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી રવિભાઈ ડોડીયા, વોર્ડ નં.૭ કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ ડોડીયા, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા,મહિલા કોંગ્રેસ અગ્રણી મનીષાબા વાળા, કંચનબેન વાળા,વોર્ડ નં.૧૪ ભાજપ અગ્રણી અજીતસિંહ સહિતના ભાજપ-કોંગ્રેસના રાજકીય તથા સામાજિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં “શ્રી રામનાથ દ્વાર”ના લોકાર્પણ સમયે ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ તકે રાજપુત પરિવારે રાજકોટ શહેરની જનતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોષી, ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા તથા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરેલ છે.
બીડાણ : ફોટો.
Author: ભાગવત ભૂમિ
Hi